Focus on Hydrogen Fuel Motorbike: હાલમાં જ CNGથી ચાલતી બજાજ ફ્રીડમ 125 બાઈક ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી, જેણે પેટ્રોલથી વધુ સારા વિકલ્પ તરફ લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. તો આ વર્ષે મોબિલિટી એક્સપોમાં, જોય ઇ-બાઇકે હાઇડ્રોજન સંચાલિત સ્કૂટરને રજૂ કર્યું હતું, જેના પછી લોકો માની રહ્યા છે કે ભવિષ્યમાં પાણીથી ચાલતું ટુ-વ્હીલર પણ લોન્ચ કરવામાં આવશે. હાઇડ્રોજન-સંચાલિત બાઈક ભવિષ્યની પરિવહન પ્રણાલીનો મહત્વનો ભાગ બની શકે છે. આ ઉપરાંત કાવાસાકી કંપનીએ પણ હાઈડ્રોજન બાઈક પર ટેસ્ટિંગનો વીડિયો પોસ્ટ કર્યો છે.
ADVERTISEMENT
જો કે, આ ટેક્નોલોજીને વ્યાપકપણે અપનાવવામાં આવે તે પહેલાં કેટલાક પડકારોને દૂર કરવા આવશ્યક છે. વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો આ પડકારોના ઉકેલો શોધવા માટે સતત કામ કરી રહ્યા છે અને આશા છે કે નજીકના ભવિષ્યમાં આપણે રસ્તાઓ પર હાઈડ્રોજનથી ચાલતી બાઈક જોઈ શકીશું.
હાઇડ્રોજનથી બાઈક કેવી રીતે ચાલી શકે?
હાઇડ્રોજન સંચાલિત બાઈક પરંપરાગત પેટ્રોલ અથવા ડીઝલ એન્જિન સાથેની બાઈકથી અલગ રીતે કાર્ય કરે છે. આમાં હાઇડ્રોજન ઇંધણ સેલ્સ હોય છે. જ્યારે આ સેલ્સમાં હાઇડ્રોજન અને ઓક્સિજન મળે છે, ત્યારે રાસાયણિક પ્રતિક્રિયા થાય છે અને વીજળી ઉત્પન્ન થાય છે. આ વીજળી મોટર ચલાવે છે અને બાઈકને સ્પીડ આપે છે. આ પ્રક્રિયામાં વાહનમાંથી માત્ર પાણી નીકળે છે, જે તેને પ્રદૂષણ મુક્ત વિકલ્પ બનાવે છે.
હાઇડ્રોજન ફ્યૂલ સેલ કેવી રીતે કામ કરે છે?
હાઇડ્રોજન ફ્યૂલ સેલ બે મુખ્ય ભાગોથી બનેલા છે, એક એનોડ અને બીજો કેથોડ. હાઇડ્રોજન ગેસ એનોડમાં પ્રવેશે છે અને ઇલેક્ટ્રોન છોડે છે. ઇલેક્ટ્રોન બાહ્ય સર્કિટ દ્વારા કેથોડ તરફ જાય છે, જ્યાં તે ઓક્સિજન સાથે મળીને પાણી બનાવે છે. ઇલેક્ટ્રોનનો આ પ્રવાહ ઇલેક્ટ્રિક પ્રવાહ ઉત્પન્ન કરે છે, જે મોટરને ચલાવે છે.
શું ફાયદો થશે?
હાઇડ્રોજન સંચાલિત બાઈક માત્ર પાણીનું ઉત્સર્જન કરે છે, જે પર્યાવરણ માટે અત્યંત ફાયદાકારક બનાવે છે. હાઇડ્રોજન ફ્યૂલ સેલ ખૂબ જ કાર્યક્ષમ છે અને પેટ્રોલ એન્જિન કરતાં વધુ ઊર્જા ઉત્પન્ન કરે છે. હાઇડ્રોજન સંચાલિત બાઈક ખૂબ જ શાંત હોય છે. ઉપરાંત, આ બાઇકો ખૂબ જ ઝડપથી સ્પીડ પકડી શકે છે.
હાઈડ્રોજન બાઈકમાં શું પકડાર આવી શકે?
હાઇડ્રોજનનું ઉત્પાદન કરવું એ એક ખર્ચાળ પ્રક્રિયા હોઈ શકે છે અને તેની પર્યાવરણ પર અસર થઈ શકે છે. હાઇડ્રોજન સંગ્રહ કરવો મુશ્કેલ છે કારણ કે તે ખૂબ જ હળવો અને અત્યંત પ્રતિક્રિયાશીલ તત્વ છે. હાલમાં, હાઇડ્રોજન ઇંધણ રિફિલિંગ સ્ટેશનો ખૂબ ઓછા છે.
ADVERTISEMENT