નવી દિલ્હી: EPFOએ પોતાના છ કરોડ ખાતાધારકોને મોટી ભેટ આપી છે. EPFOએ EPFમાં જમા રકમ પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. નાણાકીય વર્ષ 2022-23માં હવે પીએફ ખાતાધારકને 8.15 ટકાના દરે વ્યાજ મળશે. EPFOએ માર્ચમાં 2021-22 માટે EPF પરનું વ્યાજ ઘટાડીને 8.1 ટકા કર્યું હતું. EPFO પીએફ ખાતાધારકના ખાતામાં જમા થયેલી રકમનું ઘણી જગ્યાએ રોકાણ કરે છે. આ રોકાણમાંથી થતી કમાણીનો એક ભાગ વ્યાજના રૂપમાં ખાતાધારકોને આપવામાં આવે છે.
ADVERTISEMENT
6 કરોડ લોકોને મળશે લાભ
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) એ બેઠકમાં વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. CBT એ EPFOની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે. અને તેનું નેતૃત્વ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા થાય છે. કેન્દ્રમાં ભૂપેન્દ્ર યાદવ પાસે આ હવાલો છે. EPF વ્યાજ દરમાં વધારાથી લગભગ છ કરોડ સક્રિય સબસ્ક્રાઇબર્સને ફાયદો થશે. તેમાંથી 72.73 લાખ પાછલા વર્ષ 2022 માં પેન્શનરો હતા.
40 વર્ષનો સૌથી નીચો વ્યાજ દર
સરકારે ગયા વર્ષના માર્ચ મહિનામાં PF ખાતામાં થાપણો પરનો વ્યાજ દર 8.5 ટકાથી ઘટાડીને 8.1 ટકા કર્યો હતો. આ લગભગ 40 વર્ષમાં સૌથી નીચો વ્યાજ દર છે. 1977-78માં EPFOએ 8 ટકાનો વ્યાજ દર નક્કી કર્યો હતો. પરંતુ ત્યારથી તે સતત 8.25 ટકા કે તેથી વધુ છે. નાણાકીય વર્ષ 2018-19માં 8.65 ટકા, 2017-18માં 8.55 ટકા, 2016-17માં 8.65 ટકા અને નાણાકીય વર્ષ 2015-16માં 8.8 ટકા.વ્યાજ આપવામાં આવતું હતું.
કર્મચારીના પગારમાં એમ્પ્લોયર દ્વારા કરવામાં આવેલી કપાતમાંથી 8.33 ટકા EPS સુધી પહોંચે છે, જ્યારે 3.67 ટકા EPF સુધી પહોંચે છે. તમે તમારા પીએફ એકાઉન્ટનું વર્તમાન બેલેન્સ ઘરે બેઠા સરળતાથી ચેક કરી શકો છો. આ માટે ઘણા વિકલ્પો આપવામાં આવ્યા છે. તમે ઉમંગ એપ, વેબસાઇટ દ્વારા અથવા તમારા મોબાઇલ ફોન પરથી SMS મોકલીને જાણી શકો છો. દેશભરમાં લગભગ 6 કરોડ EPFO સબ્સ્ક્રાઇબર્સ છે.
આ રીતે ચેક કરો બેલન્સ
EPFOની ઓફિસિયલ વેબસાઇટ (www.epfindia.gov.in) પર જાઓ. પછી E-PassBook વિકલ્પ પર ક્લિક કરો. UAN, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરો અને લોગિન પર ક્લિક કરો. લોગ ઇન કર્યા પછી, પાસબુક જોવા માટે સભ્ય ID વિકલ્પ પસંદ કરો. હવે તમને પાસબુક PDF ફોર્મેટમાં મળશે, જેને તમે ડાઉનલોડ કરી શકો છો. તમે https://passbook.epfindia.gov.in/ પર જઈને પણ પાસબુક સીધી જોઈ શકો છો. હવે તમારી સામે સંપૂર્ણ માહિતી ખુલશે.
ADVERTISEMENT