PPF scheme details: તમારા પૈસા (Money) સુરક્ષિત પણ રહે અને તમને તેના વ્યાજ (Interest) પણ સારું મળે તો? જી હા...તમે જે વાંચ્યું તે એકદમ બરોબર છે. સરકારની એક યોજના (Government Scheme) આ બંને બાબતોનું ખાસ ધ્યાન રાખે છે. જેનું નામ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ છે, સામાન્ય ભાષામાં તેને પીપીએફ (Public Provident Fund) કહેવામાં આવે છે. આ દેશની સૌથી લોકપ્રિય નાની બચત યોજનાઓમાંની (Small Saving Scheme) એક છે.
ADVERTISEMENT
PPFમાં કેટલું રોકાણ કરવું પડશે?
આ સરકારી યોજનામાં, તમે વાર્ષિક ઓછામાં ઓછા 500 રૂપિયાનું રોકાણ કરી શકો છો, અને મહત્તમ મર્યાદા 1.5 લાખ રૂપિયા સુધીની છે. નાણાકીય વર્ષમાં ₹1.5 લાખથી વધુ જમા કરવામાં આવેલી રકમ પર કોઈ વ્યાજ ઉપલબ્ધ નથી. રકમ એકસાથે અથવા હપ્તામાં જમા કરાવી શકાય છે. આની કોઈ મર્યાદા નથી.
PPF પર કેટલું વ્યાજ મળે છે?
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ બેંકો અને પોસ્ટ ઓફિસમાં ફિક્સ ડિપોઝીટ કરતાં વધુ વ્યાજ આપે છે. હાલમાં સરકાર PPF પર વાર્ષિક 7.1 ટકા વ્યાજ આપી રહી છે. રોકાણ પર ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે, જેની ગણતરી વાર્ષિક ધોરણે કરવામાં આવે છે. દર વર્ષે માર્ચમાં વ્યાજ ચૂકવવામાં આવે છે. વ્યાજ દરોની સમીક્ષા દર ત્રણ મહિને એટલે કે ત્રિમાસિક ધોરણે કરવામાં આવે છે. વ્યાજ દર અંગે અંતિમ નિર્ણય નાણા મંત્રાલય દ્વારા લેવામાં આવે છે.
શું તમને PPF પર ટેક્સ છૂટનો લાભ મળે છે?
કરમુક્તિના દૃષ્ટિકોણથી આ એક ઉત્તમ યોજના છે. તેથી તે નોકરી કરતા લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. પીપીએફમાં પૈસા જમા કરીને, તમે વધુ સારા વળતરની સાથે ટેક્સમાં છૂટનો લાભ મેળવી શકો છો. તમે આવકવેરાની કલમ 80C હેઠળ કર મુક્તિ મેળવી શકો છો, જેની મહત્તમ મર્યાદા રૂ. 1.5 લાખ છે. પીપીએફમાં રોકાણ, તેના પર મળતું વ્યાજ અને પાકતી મુદત પૂરી થવા પર મળેલી રકમ, આ ત્રણેય સંપૂર્ણપણે કરમુક્ત છે.
ADVERTISEMENT