Patanjali: બાબા રામદેવની મુશ્કેલીઓ વધી ગઈ છે, કારણ કે પતંજલિ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પતંજલિની સોન પાપડી ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થઈ છે. આ મામલે એક્શન લેતા ઉત્તરાખંડના પિથોરાગઢની પોલીસે પતંજલિના આસિસ્ટન્ટ મેનેજર સહિત 3 લોકોની ધરપકડ કરી છે, જેમની વિરુદ્ધ ગઈકાલે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સંજય સિંહે ચુકાદો આપ્યો હતો.
ADVERTISEMENT
પતંજલિના ત્રણ કર્મચારીઓને 6 મહિનાની જેલ
ત્રણેયને 6 મહિનાની જેલની સજા સંભળવવામાં આવી છે અને દંડ પણ ફટકરાવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006ની કલમ 59 હેઠળ આ સજા સંભળાવવામાં આવી છે. આસિસ્ટન્ટ મેનેજરને 50 હજાર રૂપિયા અને અન્ય બે ગુનેગારોએ 10 અને 25 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે. આ કેસમાં ફરિયાદી વતી રિતેશ વર્મા હાજર થયા હતા.
ઓક્ટોબર 2019માં લેવામાં આવ્યા હતા મીઠાઈના સેમ્પલ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 17 ઓક્ટોબર, 2019ના રોજ જિલ્લા ખાદ્ય સુરક્ષા અધિકારીએ ઉત્તરાખંડના પિથોરાગઢ બેરીનાગ માર્કેટની મુલાકાત લીધી હતી. આ દરમિયાન બેરીનાગ માર્કેટમાં આવેલી લીલાધર પાઠકની દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ કરતી વખતે ટીમે પતંજલિ નવરત્ન ઈલાયચી સોન પાપડીના સેમ્પલ લઈને રૂદ્રપુરની લેબમાં ટેસ્ટિંગ માટે મોકલ્યા હતા. સાથે જ સપ્લાયર રામનગર કાન્હા જી અને પતંજલિને નોટિસ પાઠવવામાં આવી હતી.
મીઠાઈની ક્વોલિટી બોગસ!
તપાસ દરમિયાન મીઠાઈની ક્વોલિટી બોગસ હોવાનું સામે આવ્યું છે. સેમ્પલ ફેલ થતા પોલીસે એક્શન લઈને પતંજલિ આયુર્વેદ લિમિટેડના આસિસ્ટન્ટ જનરલ મેનેજર અભિષેક કુમાર, કાન્હા જી ડિસ્ટ્રીબ્યુટર પ્રાઈવેટ લિમિટેડ રામનગરના આસિસ્ટન્ટ મેનેજર અજય જોશી, દુકાનદાર લીલાધર પાઠકની ધરપકડ કરી હતી. ત્રણેય સામેની સુનાવણી પૂર્ણ થતાં ગઈકાલે તેઓને જેલ અને દંડની સજા ફટકારવામાં આવી હતી.
પતંજલિની 17 દવાઓ પરથી પ્રતિબંધ હટાવાયો
તમને જણાવી દઈએ કે, ગઈકાલે જ્યારે પતંજલિ સાથે જોડાયેલા 3 લોકોને જેલની સજા થઈ, તો બાબા રામદેવ અને પતંજલિને મોટી રાહત પણ મળી. કારણ કે ઉત્તરાખંડની પુષ્કર ધામી સરકારે પતંજલિની 14 દવાઓ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. સરકારે પોતાના આદેશ પર વચગાળાનો સ્ટે મૂક્યો. તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી, જેનો તપાસ રિપોર્ટ સામે આવ્યા બાદ સરકારે આદેશ પર રોક લગાવવાનો નિર્ણય કર્યો. આયુષ મંત્રાલયના સચિવ પંકજ કુમાર પાંડેએ આ વાતની પુષ્ટિ કરી. 30 એપ્રિલે ધામી સરકારે પતંજલિની 14 દવાઓના મેન્ચુફેક્ચરિંગ લાયસન્સ સસ્પેન્ડ કરી દીધા હતા.
ADVERTISEMENT