Banks Open On Sunday: શું તમે જાણો છો કે રવિવારે એટલે કે 31 માર્ચે તમામ બેંકો ખુલ્લી રહેશે? જો નહીં, તો તમને જણાવી દઈએ કે આવું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના આદેશ પર થઈ રહ્યું છે. આખરે રવિવારે બેંકો ચાલું રાખવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો અને તેની પાછળનું કારણ શું છે, ચાલો જાણીએ...
ADVERTISEMENT
31મી માર્ચે બેંકો શા માટે ખુલ્લી રહેશે?
હકીકતમાં, સરકારની વિનંતી પર RBIએ તમામ બેંકોને 31 માર્ચે ખુલ્લી રાખવાનો આદેશ આપ્યો છે, જેથી આ દિવસે ઘણા મહત્વપૂર્ણ લેવડ-દેવડ પૂર્ણ થઈ શકે. RBIએ તેના પરિપત્રમાં જણાવ્યું છે કે બેંકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સરકારી રસીદો અને ચુકવણીઓ સાથે વ્યવહાર કરતી તેમની તમામ શાખાઓ 31 માર્ચ, 2024 રવિવારના રોજ પણ ખુલ્લી રાખે.
આ પણ વાંચોઃ Rajkot: બેફામ કારે સેન્ડવીચની લારી ચલાવતા વેપારીને કચડ્યો, અકસ્માત બાદ બાઈક 200 મીટર ઢસડાયું
સામાન્ય જનતાનું પણ થશે કામ
RBIના જણાવ્યા અનુસાર, રવિવારે સામાન્ય જનતાનું પણ કામ કરાશે. તેમને આપવામાં આવતી તમામ સુવિધાઓ પણ પહેલાની જેમ જ ચાલુ રહેશે. આરબીઆઈના ચીફ જનરલ મેનેજર સુનિલ ટીએસ નાયરે આ આદેશ જારી કર્યો છે.
વર્તમાન નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ છે 31 માર્ચ
નોંધનીય છે કે, 31 માર્ચ ચાલુ નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ છે. આ દિવસે બેંકોમાં ક્લોઝિંગનું કામ કરવામાં આવે છે. લોકોને માટે પણ બેંકો ખુલ્લી રહેશે. RBIના જણાવ્યા અનુસાર, ઓનલાઈન બેંકિંગ (NEFT) સેવાઓ પણ રવિવારે ખુલ્લી રહેશે, જે સામાન્ય રીતે બંધ રહે છે.
આ પણ વાંચોઃ પાટીદાર દીકરી પર વિવાદ કાજલ હિન્દુસ્થાનીની પ્રતિક્રિયા, કહ્યું- 'હું ભાગી નથી, સામનો કરવા તૈયાર છું'
છેલ્લી વખત આવું ક્યારે બન્યું હતું?
તમને જણાવી દઈએ કે છેલ્લી વખત આવું 5 વર્ષ પહેલા 2019માં થયું હતું. તે દરમિયાન પણ 31મી માર્ચે રવિવાર પડ્યો હતો, જેના કારણે તમામ બેંકોને ખુલ્લી રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
ADVERTISEMENT