Bank Holidays in August 2024: મહિનાની શરૂઆત પહેલા જ બેંકોની રજાની યાદીઓ જાહેર થઈ જાય છે. ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંકોની રજાઓની યાદી બહાર પાડવામાં આવે છે. ઓગસ્ટના શરૂઆતના દિવસોમાં પણ બેંકો ઘણા દિવસો સુધી બંધ રહી હતી. જ્યારે મહિનો પૂરો થાય તે પહેલા પણ બેંકો ઘણા દિવસો સુધી બંધ રહેવાની છે. જો તમને બેંક સંબંધિત કોઈ કામ છે, તો આ સમાચાર તમારા માટે ખાસ છે. તમને જણાવી દઈએ કે, સતત 3 દિવસો માટે બેંકો બંધ રહેવાની છે. ચાલો જાણીએ ક્યારે બેંકોમાં રજા રહેશે.
ADVERTISEMENT
દેશભરમાં બેંકોમાં રહેશે રજા
આગામી દિવસોમાં સતત 3 દિવસ સુધી બેંકોમાં રજા રહેવાની છે. જોકે, આ રજાઓમાં ચોથો શનિવાર અને રવિવાર પણ સામેલ છે. વાસ્તવમાં 24 ઓગસ્ટે ચોથા શનિવારના કારણે બેંકોમાં રજા છે. 25 ઓગસ્ટે રવિવાર હોવાના કારણે બેંકોમાં રજા રહેશે અને 26 ઓગસ્ટે સોમવારે જન્માષ્ટમીના કારણે દેશભરની તમામ બેંકો બંધ રહેશે. આમ 24થી 26 ઓગસ્ટ સુધી સતત ત્રણ દિવસો સુધી બેંકોમાં રજા રહેશે.
બેંક બંધ હોય ત્યારે ક્યાં કામ કરી શકાય?
જો બેંકમાં રજા હોય તો પણ તમે કોઈના બેંક ખાતામાં પૈસા મોકલી શકો છો. આનો અર્થ એ છે કે જ્યારે બેંક બંધ હોય ત્યારે તમે બેંકિંગ સેવાઓ દ્વારા વ્યવહારો પૂર્ણ કરી શકો છો. આ સિવાય તમે ATM મશીનની મદદથી પૈસા ઉપાડી શકો છો. આટલું જ નહીં, જો તમે FD એકાઉન્ટ ખોલવા માંગતા હોવ અથવા બેંક સ્ટેટમેન્ટ ચેક કરવા માંગો છો, તો તમે આ માટે ઓનલાઈન બેંકિંગ સુવિધાનો પણ લાભ લઈ શકો છો. જોકે, ચેક અથવા ડ્રાફ્ટ જમાં કરાવવા જેવા કામ માટે તમારે બેંક ખુલવાની રાહ જોવી પડશે.
ADVERTISEMENT