Bank Holidays in June 2024: મે મહિનો પૂરો થવા જઈ રહ્યો છે. ત્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ જૂન મહિનામાં બેંકોની રજાનું કેલેન્ડર જાહેર કર્યું છે. જૂન મહિનામાં 13 દિવસ બેંકોમાં રજા રહેશે, જેમાં બીજા અને ચોથા શનિવાર તથા રવિવારની રજાઓ પણ સામેલ છે. તેથી આવતા મહિને તમારે બેંક સંબંધિત કોઈ કામ હોય તો આ લિસ્ટ જોઈ લેવું જોઈએ. બેંક હોલિડે જૂન 2024ની ગુજરાતની રજાની વાત કરીએ તો, જૂન મહિનામાં બીજો અને ચોથો શનિવાર તથા પાંચ રવિવાર પડી રહ્યા છે એટલે સાત દિવસ તો આજ થયા, સાથે બકરી ઈદની એક રજા એમ આઠ દિવસ બેંકો બંધ રહેશે.
ADVERTISEMENT
તો મે મહિનાને પૂર્ણ થવામાં 6 દિવસ બાકી છે, જેમાં 26મી મેના રોજ ચોથો શનિવાર અને 27મીએ રવિવારની રજા રહેશે. આવી સ્થિતિમાં ફક્ત 4 દિવસ બચ્યા છે જેમાં તમે બેંકનું કામ પતાવી શકો છો. ચાલો હવે જાણીએ કે જૂન મહિનામાં કયા-કયા દિવસે બેંકોમાં રજા રહેશે
જૂન 2024માં બેંકોની રજાઓની યાદી
- 2 જૂન 2024 - (રવિવાર)
- 8 જૂન 2024 - (બીજો શનિવાર)
- 9 જૂન 2024 - (રવિવાર)
- 10 જૂન 2024 - (સોમવાર - શ્રી ગુરુ અર્જુન દેવ જીનો શહીદ દિવસ (પંજાબ))
- 14 જૂન 2024 - (શુક્રવાર - પહિલી રાજા (ઓરિસ્સા))
- 15 જૂન 2024 - (શનિવાર - YMA દિવસ/ રાજા સંક્રાંતિ, ઓડિશા, મિઝોરમ)
- 16 જૂન 2024 - (રવિવાર)
- 17 જૂન 2024 - (સોમવાર – ઈદ-ઉલ-અજા (બકરી ઈદ) – મિઝોરમ, સિક્કિમ, ઈટાનગર છોડી દેશમાં બધા રાજ્યોમાં બેંકોમાં રજા)
- 18 જૂન 2024 - (મંગળવાર – (બકરી ઈદ) જમ્મુ કાશ્મીરમાં બેંકો બંધ રહેશે)
- 21 જૂન 2024 - (શુક્રવાર - વટ સાવિત્રી વ્રત)
- 22 જૂન 2024 - (ચોથો શનિવાર)
- 23 જૂન 2024 - (રવિવાર)
- 30 જૂન 2024 - (રવિવાર)
બેંક બંધ હોય તો તમે કેવી રીતે ઉપાડી શકશો પૈસા?
તમને જણાવી દઈએ કે, બેંક બંધ હોવા પર પણ લોકોને પૈસા ઉપાડવાની સુવિધા મળશે, કારણ કે દેશભરમાં દરેક બેંકના એટીએમ બૂથ ખુલ્લા છે. આવી સ્થિતિમાં લોકો એટીએમ બૂથ પર જઈને મશીનમાંથી કાર્ડ સ્વેપ કરીને પૈસા ઉપાડી શકે છે. તમે ફોન પે, ગૂગલ પે વગેરે જેવી UPI સેવાઓ દ્વારા કોઈપણ પ્રકારની ચુકવણી કરી શકો છો.
ADVERTISEMENT