Bank Holidays in July 2024: દર મહિનાની શરૂઆત પહેલા જ બેંકોની રજાની યાદી જાહેર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘણા લોકો માટે તેમના બેંક સંબંધિત કામને પૂર્ણ કરવા માટે તેમનું શેડ્યૂલ નક્કી કરવું સરળ બની જાય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બેંકોની રજાઓ નક્કી કરવામાં આવે છે અને ત્યારબાદ તેની એક યાદી બહાર પાડવામાં આવે છે. જુલાઈ મહિનામાં કુલ 12 દિવસ બેંકો બંધ રહેશે.
ADVERTISEMENT
શનિવાર અને રવિવાર પણ સામેલ
તમે પહેલાથી જ જાણો છો કે આરબીઆઈએ રવિવારે તમામ બેંકોને સાપ્તાહિક રજા આપી છે. અઠવાડિયામાં એક દિવસ રજા હોવા ઉપરાંત બેંકો બીજા શનિવાર અને ચોથા શનિવારે પણ બંધ રહે છે July Bank Holidays List 2024). આ ઉપરાંત ખાસ તહેવારો પર પણ બેંકોમાં રજા હોય છે. જુલાઈમાં 12 દિવસની બેંકો રજાઓની યાદીમાં બીજા શનિવાર, ચોથા શનિવાર અને રવિવારની રજાઓનો પણ સમાવેશ થાય છે.
જુલાઈમાં ક્યારે-ક્યારે રહેશે બેંકોમાં રજા?
- 3 જુલાઈ 2024 - બુધવારે બેહ દીનખલામ નિમિત્તે શિલોંગમાં બેંકોમાં રજા રહેશે.
- 6 જુલાઈ 2024 - શનિવારે MHIP Day નિમિતે અજવાલમાં બેંકોમાં રજા રહેશે.
- 7 જુલાઈ 2024 - રવિવારે દેશની તમામ બેંકો બંધ રહેશે.
- 8 જુલાઈ 2024 - સોમવારે રથયાત્રા નિમિત્તે કેટલાક રાજ્યોમાં બેંકોમાં રજા રહેશે.
- 9 જુલાઈ 2024 - ગંગટોકમાં દ્રુકપા ત્સે-જી નિમિત્તે બેંકોમાં રજા રહેશે.
- 13 જુલાઈ 2024 - શનિવારે દેશની તમામ બેંકો બીજો શનિવાર હોવાથી બંધ રહેશે.
- 14 જુલાઈ 2024, રવિવારે દેશની તમામ બેંકો બંધ રહેશે.
- 16 જુલાઈ 2024 - મંગળવારે હરેલા નિમિત્તે દહેરાદુનની બેંકોમાં રજા રહેશે.
- 17 જુલાઈ 2024 - બુધવારે મોહરમના દિવસે ઘણી જગ્યાએ બેંકો બંધ રહેશે. તિરુવનંતપુરમ, ઈટાનગર, ગુવાહાટી, ઈમ્ફાલ, કોચી, કોહિમા, ગંગટોક, દહેરાદુન, અમદાવાદ, ચંડીગઢ, પણજી અને ભુવનેશ્વરમાં બેંકોમાં રજા રહેશે.
- 21 જુલાઈ 2024 - રવિવારેને દેશની તમામ બેંકોમાં રજા રહેશે.
- 27 જુલાઈ 2024 - ચોથો શનિવાર હોવાના કારણે તમામ બેંકો બંધ રહેશે.
- 28 જુલાઈ 2024 - રવિવારે દેશની તમામ બેંકો બંધ રહેશે.
બેંક બંધ હોવા છતાં કરી શકાય છે કેટલાક કામ
પૈસા ઉપાડવા હોય કે કોઈના એકાઉન્ટમાં પૈસા મોકલવા હોય, તમે આ પ્રકારના બેંક સંબંધિત કામોને બેંકની રજા હોવા છતાં પણ પતાવી શકો છે. બેંકિગ સર્વિસ દ્વારા મની ટ્રાન્સફર જેવા કામ થઈ શકે છે. જ્યારે ATMમાંથી પૈસા ઉપાડવા જેવા કામ કરી શકાય છે.
ADVERTISEMENT