Bank Holiday In May: એપ્રિલ મહિનો પૂરો થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ પછી નવો મહિનો એટલે કે મે મહિનો શરૂ થશે. દર મહિને પ્રાદેશિક તહેવારો અને રાષ્ટ્રીય રજાઓને કારણે બેંકોમાં રજાઓ હોય છે. RBI દ્વારા બેંકોની રજાનું કેલેન્ડર બહાર પાડવામાં આવે છે અને તે મુજબ બેંકો બંધ રહે છે.
ADVERTISEMENT
મે મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે બેંકો?
હવે મે મહિનો શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની લિસ્ટ અનુસાર, મે 2024માં કુલ 14 દિવસ બેંકો બંધ રહેશે. જેમાં રવિવાર સહિત મહિનાનો બીજા અને ચોથા શનિવાર પણ સામેલ છે. તેથી જો તમારે પણ આવતા મહિને બેંક સંબંધિત કોઈ કામ છે, તો તેને પતાવવા માટે આ લિસ્ટ જોઈને જ પ્લાન બનાવવો જોઈએ.
મે મહિનામાં બેંકોની રજાની યાદી
1 મે - મહારાષ્ટ્ર દિવસ હોવાથી આખા મહારાષ્ટ્રમાં બેંકો બંધ રહેશે.
5 મે - રવિવારના કારણે દેશભરની બેંકો બંધ રહેશે.
7 મે - લોકસભાની ચૂંટણીના કારણે અલગ-અલગ રાજ્યોમાં બેંકો બંધ રહેશે. (ગુજરાતમાં ચૂંટણીના કારણે બેંક બંધ રહેશે)
8 મે - રવીન્દ્રનાથ ટાગોર જયંતીના અવસર પર બેંકોમાં રજા રહેશે
10 મે - અક્ષય તૃતીયાના તહેવારના કારણે બેંકો બંધ રહેશે.
11 મે - બીજો શનિવાર હોવાના કારણે બેંકોમાં રજા રહેશે.
12 મે - રવિવારના કારણે બેંકોમાં રજા રહેશે.
13 મે - લોકસભાની ચૂંટણીના કારણએ અલગ-અલગ રાજ્યમાં બેંકો બંધ રહેશે.
16 મે - સ્ટેટ ડેના કારણે સિક્કિમમાં બેંકો બંધ રહેશે.
19 મે - રવિવારના કારણે બેંકોમાં રજા રહેશે.
20 મે - લોકસભાની ચૂંટણીના કારણે અલગ-અલગ રાજ્યોમાં બેંકો બંધ રહેશે.
23 મે - બુદ્ધિ પૂર્ણિમાના તહેવારના કારણે બેંકો બંધ રહેશે.
25 મે - ચોથા શનિવારના કારણે બેંકોમાં રજા રહેશે.
26 મે - રવિવારના કારણે બેંકોમાં રજા રહેશે..
ઓનલાઈન સેવાઓ રહેશે ચાલું
મે મહિનામાં બેંકોની રજાઓમાં બ્રાન્ચ તો બંધ રહેશે, પણ ઓનલાઈન સર્વિસ ચાલુ રહેશે. આ સિવાય એટીએમ પર મળતી સેવાઓ યથાવત રહેશે. માટે તમે સરળતાથી એટીએમ પર રજાના દિવસે પણ સેવાઓનો લાભ ઉઠાવી શકશો.
ADVERTISEMENT