AutoNxt X45 Electric Tractor Price and Features: ભારતીય ઓટો સેક્ટર ઝડપથી ઇલેક્ટ્રિફાઇડ બની રહ્યું છે. રસ્તાઓથી શરૂ થયેલી વીજળીકરણની સફર હવે ખેતરો સુધી પહોંચી છે. AutoNxt એ હવે દેશનું પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર AutoNxt X45 માર્કેટમાં લોન્ચ કર્યું છે. આ ઈલેક્ટ્રિક ટ્રેક્ટરના લોન્ચિંગ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ હાજર રહ્યા હતા. કંપનીના સીઈઓ કૌસ્તુભ ધોંડેએ જણાવ્યું હતું કે, "આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટરની પ્રારંભિક કિંમત રૂ. 15.00 લાખ છે. જો કે, તેમાં ઇલેક્ટ્રિક વાહનો પરની સબસિડીનો સમાવેશ થતો નથી. સબસિડી વિવિધ રાજ્યો પર નિર્ભર રહેશે, ત્યારબાદ તેની કિંમત હજુ પણ ઘટશે."
ADVERTISEMENT
કેવું છે દેશનું પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર:
AutoNxt X45 લૂક અને ડિઝાઇનની દ્રષ્ટિએ પરંપરાગત ટ્રેક્ટર જેવું જ છે. કૌસ્તુભ ધોંડેનું કહેવું છે કે, તેને હેવી ડ્યુટી માટે તૈયાર કરવામાં આવ્યું છે જે ભારતમાં કૃષિ સંબંધિત તમામ કામ કરવા સક્ષમ છે. આ ઈલેક્ટ્રીક ટ્રેક્ટર ખેતીના ખર્ચને ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આમાં, કંપનીએ 32 KW ક્ષમતાની ઇલેક્ટ્રિક મોટર આપી છે જે મહત્તમ 45 HPનો પાવર જનરેટ કરે છે. તેમાં 35 KWHr ની ક્ષમતા ધરાવતું બેટરી પેક છે, જે સિંગલ ચાર્જ પર લગભગ 8 એકર ક્ષેત્રમાં 8 કલાક કામ કરી શકે છે.
કૌસ્તુભ કહે છે કે હેવી ડ્યુટી દરમિયાન તેની રેન્જ થોડી ઓછી હોઈ શકે છે. પરંતુ આ ટ્રેક્ટર સિંગલ ચાર્જ પર ઓછામાં ઓછા 6 કલાક કામ કરી શકે છે. આ સાથે કંપની બે અલગ-અલગ ચાર્જિંગ વિકલ્પો ઓફર કરી રહી છે. તેને ઘરેલુ સોકેટ (15A) સાથે કનેક્ટ કરીને સરળતાથી ચાર્જ કરી શકાય છે. નિયમિત (સિંગલ ફેઝ) ચાર્જર સાથે, તેની બેટરીને સંપૂર્ણપણે ચાર્જ કરવામાં લગભગ 6 કલાકનો સમય લાગશે, જ્યારે થ્રી-ફેઝ ચાર્જર સાથે, તેની બેટરી માત્ર 3 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ શકે છે. તેની લોડિંગ ક્ષમતા 10-15 ટન છે.
ઓછું મેઇન્ટેનન્સ, મોટી બચત:
કંપનીનું કહેવું છે કે, કૃષિ કાર્ય સિવાય આ ટ્રેક્ટર મેટલ મેન્યુફેક્ચરિંગ, સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ, કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રી, એરપોર્ટ, ડિફેન્સ અને બાયોમાસ સાથે સંબંધિત કામો માટે યોગ્ય છે. સૌથી મહત્વની વાત એ છે કે તે સંપૂર્ણ રીતે ઈલેક્ટ્રીક છે, તેથી ડીઝલ પર ખર્ચવામાં આવતા પૈસાની મોટી બચત કરી શકાય છે. કંપનીનું કહેવું છે કે તેનું મેન્ટેનન્સ પણ ખૂબ જ ઓછું છે. કોઈપણ ડીઝલ ટ્રેક્ટરની સરખામણીમાં તેની ચલાવવાની કિંમત ઘણી ઓછી છે.
સાઈલેન્ટ વર્ક:
ઇલેક્ટ્રિક ટ્રેક્ટર હોવાને કારણે તેનો ઉપયોગ ખૂબ જ શાંતિપૂર્ણ છે. એટલે કે તેનો ઉપયોગ રહેણાંક વિસ્તારોમાં કોઈપણ પ્રકારના અવાજ વિના સરળતાથી થઈ શકે છે. સામાન્ય રીતે, જ્યારે ડીઝલ ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તેનું એન્જિન ખૂબ જ અવાજ કરે છે. પરંતુ આ ટ્રેક્ટરથી તમે તમારું કામ ચૂપચાપ કરી શકો છો.
બેટરી કેટલો સમય ચાલશે:
આ એક મોટો પ્રશ્ન છે જે દરેક ઇલેક્ટ્રિક વાહન ખરીદનારના મનમાં આવે છે. કંપનીની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટરની બેટરીની લાઇફ સાઇકલ 3000 છે. એટલે કે તેની બેટરી લગભગ 8 થી 10 વર્ષ સુધી સરળતાથી ચાલી શકે છે. જો કે, તે વાહનના લોડ, વપરાશ અને તાપમાનની શ્રેણી પર પણ આધાર રાખે છે.
કૌસ્તુભ ધોંડેએ જણાવ્યું કે, આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર સમગ્ર ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. હાલમાં અમે X45 લોન્ચ કર્યું છે, આ પછી વધુ બે મોડલ (25HP અને 60HP) પણ રજૂ કરવામાં આવશે જેના પર કામ ચાલી રહ્યું છે. ટ્રેક્ટર બુક કરાવવા માટે તમારે કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર આપેલા નંબર પર સંપર્ક કરવો પડશે.
ADVERTISEMENT