માઠા સમાચાર! ચૂંટણી પૂર્ણ થતાં જ ટોલ ટેક્સમાં ઝીંકાયો વધારો, જાણો હવે કેટલા રૂપિયા ચૂકવવા પડશે?

Gujarat Tak

02 Jun 2024 (अपडेटेड: Jun 2 2024 10:25 AM)

Toll Tax Rate Hiked: દેશવાસીઓ માટે 2 જૂનની સવાર માઠા સમાચાર લઈને આવી છે. લોકસભા ચૂંટણી 2024ના તમામ 7 તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ અને એક્ઝિટ પોલના આંકડા સામે આવતાં જ લોકોને મોટો ઝટકો લાગ્યો છે.

Toll Tax Rate Hiked

ટોલ ટેક્સમાં ભાવ વધારો

follow google news

Toll Tax Rate Hiked: દેશવાસીઓ માટે 2 જૂનની સવાર માઠા સમાચાર લઈને આવી છે. લોકસભા ચૂંટણી 2024ના તમામ 7 તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ અને એક્ઝિટ પોલના આંકડા સામે આવતાં જ લોકોને મોટો ઝટકો લાગ્યો છે. આજે રાત્રે 12 વાગ્યાથી દેશમાં મુસાફરી કરવી મોંઘી થઈ ગઈ છે, એટલે કે હવે લોકોને ટોલ ક્રોસ કરવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે. સમગ્ર દેશમાં ટોલના દરમાં ઓછામાં ઓછો 5 અને મહત્તમ 25 ટકાનો વધારો થયો છે.

ટોલ ટેક્સ વધારવાના પ્રસ્તાવને મંજૂરી

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ ટોલ ટેક્સ વધારવાનો આદેશ જાહેર કર્યો છે. હેડ ઓફિસથી ટોલના દર વધારવાની મંજૂરી પણ મળી ગઈ છે. રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ પણ ટોલ રેટ વધારવાના NHAIના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જોકે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા 1 એપ્રિલથી ટોલના દરમાં વધારો કરવામાં આવતો હતો, પરંતુ લોકસભા ચૂંટણી 2024ને કારણે આ વર્ષે 1 એપ્રિલથી ટોલના દરમાં વધારો કરવામાં આવ્યો ન હતો.

જુઓ કેટલાનો થયો વધારો?

NHAI દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ સમગ્ર દેશમાં ટોલ ટેક્સમાં 5 ટકાનો વધારો થયો છે. ટોલ બેરિયરની 20 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા લોકો માટે માસિક પાસ બનાવવાના દરમાં પણ વધારો થયો છે. ટોલ બેરિયરની 20 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા લોકોએ હવે દર મહિને ફાસ્ટ ટેગ માટે હવે 10 રૂપિયા વધુ ચૂકવવા પડશે. મંથલી ફાસ્ટ ટેગ હવે 330 રૂપિયાને બદલે 340 રૂપિયામાં બનશે.

સૌથી વધુ વધારો ક્યા થયો?

કાનપુર-પ્રયાગરાજ હાઈવે પર ટોલના દરમાં સૌથી વધુ વધારો થયો છે. જો તમે આ હાઇવે પર કાર દ્વારા મુસાફરી કરો છો, તો તમારે મહત્તમ 55 રૂપિયા અને ન્યૂનતમ 5 રૂપિયા વધારે ટોલ ચૂકવવો પડશે. ફતેહપુરના બદોરી ટોલ બેરિયર પર 55 રૂપિયા વધુ ચૂકવવા પડશે. કટોઘન ટોલ પર વધારાના રૂ. 40 વસૂલવામાં આવશે.

કયા વાહન માટે કેટલો ટોલ ભરવો પડશે?

- કાર/જીપ/હળવા વાહનો - જૂનો ભાવ - 105, નવો ભાવ - 110
- લાઇટ કોમર્શિયલ/લાઈટ વાહન/મીની બસ - જૂના ભાવ - 170, નવો ભાવ  - 175
- બસ/ટ્રક - જૂના ભાવ - 355, નવા ભાવ - 365
- થ્રી એક્સલ કોમર્શિયલ વ્હીકલ - જૂના ભાવ- 385, નવા ભાવ- 395
- ફોરથી સિક્સ એક્સલ વાહનો - જૂના ભાવ - 555, નવા ભાવ - 570
- 7 એક્સલ અથવા ઓવરસાઈઝ વાહન - જૂના ભાવ - 680, નવા ભાવ - 695
 

    follow whatsapp