iPhone 16 Updates: Apple દર વર્ષે પોતાના નવા ફોન લોન્ચ કરે છે. જોકે લોન્ચિંગ પહેલા તે પોતાના iPhone લાઈનઅપને લોન્ચ કરે છે. જોકે નવા ફોન લોન્ચ થતાની સાથે જ તેના અપગ્રેડ સાથે જોડાયેલા લીક્સ સામે આવવા લાગે છે. iPhone 16ના લોન્ચમાં હજુ ઘણા મહિનાનો સમય બાકી છે, પરંતુ તેની સાથે જોડાયેલા મોટા અપડેટની વાત લીક થઈ છે અને નવા મોડલ્સની કિંમત પણ લીક થઈ ગઈ છે.
ADVERTISEMENT
આગામી ઈવેન્ટમાં 5 ફોન લોન્ચ કરશે Apple
લેટેસ્ટ લીક્સનું માનીએ તો વર્ષ 2024માં iPhone 16 સીરિઝમાં ચારની જગ્યાએ પાંચ આઈફોન મોડલ્સ સામેલ હશે. iPhone 16માં iPhone 16 SE, iPhone 16 Plus SE, iPhone 16, iPhone 16 Pro અને iPhone 16 Pro Max સામેલ થઈ શકે છે. આનો ખુલાસો Majin Buએ માઈક્રોબ્લોગિંગ સાઈટ X પર કર્યો છે.
સામે આવી નવા ડિવાઈસની માહિતી
લીક માહિતી મુજબ iPhone 16 SE અને iPhone 16 Plus SEના રિયર પેનલમાં કેપ્શૂલ શેપની કેમેરા મોડ્યૂલ સિંગલ કેમેરા સેન્સર સાથે દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત iPhone 16માં વર્ટિકલ ડ્યુઅલ કેમેરા સેટઅપ દેખાય છે. iPhone 16 Pro અને iPhone 16 Pro Max બંને વર્ટિકલ કેમેરા મોડ્યૂલ આપેલા છે, અને ત્રણ કેમેરા દેખાઈ રહ્યા છે.
iPhone 16 સીરિઝમાં સંભવિત ફીચર્સ
લીક્સથી મળેલા સંકેતો મુજબ, iPhone 16 SEમાં 6.1 ઈંચની ડિસ્પલે અને 16 SE Plus મોડલમાં 6.7 ઈંચની ડિસ્પલે આપવામાં આવશે. આ બંનેમાં ડાયનામિક આઈલેન્ડ ફીચર મળી શકે છે અને 60Hzની રિફ્રેશ રેટનો સપોર્ટ મળશે. iPhone 16 સીરિઝના પ્રો મોડલ્સ ક્રમશઃ 6.3 ઈંચ અને 6.9 ઈંચ ડિસ્પલે સાઈઝ સાથે આવી શકે છે અને તેમાં 120Hz રિફ્રેશ રેટનો સપોર્ટ આપવામાં આવશે.
iPhone 16 સીરિઝની સંભવિત કિંમત
સામ આવ્યું છે કે સૌથી સસ્તો iPhone 16 SEનું 128 GB મોડલ 699 ડોલર (58,000 રૂપિયા)માં લોન્ચ થઈ શકે છે. આ ઉપરાંત તમામ ડિવાઈસ 256GB સ્ટોરેજના બેસ મોડલ સાથે આવશે. iPhone 16 SE Plusને 799 ડોલર (66,000 રૂપિયા), iPhone 16ને 699 ડોલર (58,000) અને iPhone 16 Proને 999 ડોલર (83,000 રૂપિયા)માં લોન્ચ થઈ શકે છે. iPhone 16 Pro Maxની કિંમત 1099 ડોલર (91,000 રૂપિયા) હોઈ શકે છે.
ADVERTISEMENT