નવી દિલ્હી: ગૌતમ અદાણી અને તેમની કંપનીઓ માટે વર્ષ 2022 ખૂબ જ સફળ સાબિત થયું છે. આ વર્ષે ગૌતમ અદાણી ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા. હાલમાં તેઓ વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. શેરબજારમાં લિસ્ટેડ અદાણી ગ્રૂપની લિસ્ટેડ કંપનીઓનો તેમને આ સ્થાન મેળવવામાં હાથ છે. વર્ષ 2022માં અદાણી ગ્રુપની કંપનીઓના એમકેપમાં ઝડપથી વધારો થયો છે. આ કારણોસર, અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝની એન્ટ્રી NSEની ટોચની 50 કંપનીઓ એટલે કે નિફ્ટી 50ની યાદીમાં થવા જઈ રહી છે.
ADVERTISEMENT
અદાણીની બીજી કંપનીને નિફ્ટી 50માં સ્થાન
આ મામલે NSEએ ગુરુવારે જણાવ્યું હતું કે તેનો મુખ્ય ઇંડેક્સ નિફ્ટી 50માં આગમી 30 સપ્ટેમ્બરથી બદલાશે. આમાં સૌથી મહત્ત્વનો ફેરફાર નિફ્ટી 50 ઇન્ડેક્સમાં અદાણી એન્ટરપ્રાઇઝિસની એન્ટ્રી છે. અદાણી એન્ટરપ્રાઈઝ આ ઈન્ડેક્સમાં શ્રી સિમેન્ટનું સ્થાન લેશે. અદાણી ગ્રુપની આ બીજી કંપની હશે જે નિફ્ટી 50 ઈન્ડેક્સમાં સ્થાન મેળવવા જઈ રહી છે.
અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (APSEZ) પહેલેથી જ નિફ્ટી50નો ભાગ છે. વર્ષ 2022માં અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 88 ટકાથી વધુનો વધારો થયો છે, તો બીજી તરફ શ્રી સિમેન્ટના શેરમાં આ સમયગાળા દરમિયાન 21 ટકાનો ઘટાડો થયો છે.
નેશનલ સ્ટોક એક્સચેન્જ નિશ્ચિત સમયાંતરે તેના મુખ્ય સૂચકાંકોની કંપનીઓમાં ફેરબદલ કરતું રહે છે. આ શેરબજારમાં કંપનીઓના પ્રદર્શનના આધારે કરવામાં આવે છે. નિફ્ટી 50 ઇન્ડેક્સ ઉપરાંત, 30 સપ્ટેમ્બરથી નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સમાં પણ ફેરફારો થવાના છે. NSE એ તેના ઈન્ડેક્સમાં અદાણી ટોટલ ગેસ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, હિન્દુસ્તાન એરોનોટિક્સ, IRCTC, Mphasis, સંવર્ધન મધરસન ઈન્ટરનેશનલ અને શ્રી સિમેન્ટનો સમાવેશ કર્યો છે. NSEના આ ઇન્ડેક્સમાં માર્કેટ કેપિટલાઇઝેશન મુજબ 51માથી 100મા નંબરની સૌથી મોટી કંપનીઓને સ્થાન મળે છે.
NSE ઈન્ડેક્સ લિમિટેડની ઈન્ડેક્સ મેઈન્ટેનન્સ સબ-કમિટી ઈક્વિટી (IMSC) વિવિધ ઇંડેક્સમાં થતા ફેરફારો અંગે નિર્ણયો લે છે. નિફ્ટી 50 અને નિફ્ટી નેક્સ્ટ 50 ઇંડેક્સ ઉપરાંત, નિફ્ટી 500, નિફ્ટી 200 અને નિફ્ટી 100 ઇંડેક્સમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે. નિફ્ટી 50 ઇંડેક્સમાં અત્યાર સુધી સમાવિષ્ટ કંપનીઓમાં અદાણી એન્ટરપ્રાઈઝ, જુબિલન્ટ ફૂડવર્કસ, લ્યુપિન, માઇન્ડટ્રી લિ., પંજાબ નેશનલ બેંક, સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિ. અને ઝાયડસ લાઈફસાયન્સ હવે રહેશે નહીં. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નિફ્ટી આદિત્ય બિરલા ગ્રૂપ, નિફ્ટી મહિન્દ્રા ગ્રૂપ અને નિફ્ટી ટાટા ગ્રૂપના ઇંડેક્સમાં કોઈ ફેરફાર થયો નથી.
ADVERTISEMENT