Anant Radhika Pre Wedding Celebration : ઇટલીમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું 7500 કરોડના ક્રૂઝ પરના પ્રી-વેડિંગ સેલિબ્રેશન ઇન્ટરનેટ પર ચર્ચામાં છે. સેલિબ્રેશનની કેટલીક તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં અંબાણી પરિવાર, શાહરૂખ ખાન, સલમાન ખાન, અજય દેવગણ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી સહિતના સ્ટાર્સ જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે, 29 મે 2024ના રોજ ઇટલીમાં એક શાનદાર ક્રૂઝ પર ડિનર સાથે બીજી પ્રી-વેડિંગ પાર્ટીની શરૂઆત થઈ હતી. 12 જુલાઈના રોજ મુંબઈમાં અનંત અને રાધિકાના લગ્ન થશે.
ADVERTISEMENT
અનંત-રાધિકાની પહેલી તસવીર આવી સામે
ઇટલીથી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પહેલી તસવીર સામે આવી છે. આ તસવીરમાં અનંત પ્રિન્ટેડ શર્ટમાં નજરે આવી રહ્યા છે. ત્યારે, રાધિકા લાલ રંગના ડ્રેસમાં નજરે આવી રહ્યા છે. તસવીરમાં અનંત રાધિકાને પ્રેમ કરતા નજરે પડી રહ્યા છે.
વ્હાઇટ આઉટફિટમાં સ્ટનિંગ લાગી ઈશા અંબાણી
ક્રૂઝ પાર્ટીથી ઈશા અંબાણીની પણ પહેલી તસવીર સામે આવી છે. આ તસવીરમાં ઈશા અંબાણી વ્હાઇટ કલરના આઉટફિટ પહેરેલી નજરે પડી રહી છે. ઈશા અંબાણી તસવીરમાં ખુબ સ્ટનિંગ લાગી રહી છે.
મુકેશ-નીતા અંબાણીની તસવીર
મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પણ એક તસવીર સામે આવી છે જેમાં તેઓ મહેમાનો સાથે વાત કરતા નજરે પડી રહ્યા છે. એક વીડિયોમાં નીતા અંબાણી પોતાના પૌત્ર પૃથ્વીની સાથે નજરે આવી રહ્યા છે.
સિદ્ધાર્થ-કિયારાએ કરી પાર્ટી
ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં સેલિબ્રિટી જોડી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી છે. વીડિયોમાં બંને ડાઈનિંગ ટેબલની નજીક ઉભા રહીને વાત કરતા જોવા મળ્યા. કિયારા એક મોનોક્રોમૈટિક ડ્રેસમાં ખુબ સુંદર લાગી રહી હતી, જ્યારે સિડે મેચિંગ ડેનિમની સાથે એખ સફેદ ડ્રેસમમાં તેમની સાથે પેયર કર્યું.
દીકરા સાથે શાહરૂખ ખાન અને રણબીર કપૂર
આ ઇવેન્ટમાં સામેલ થનારા બોલિવૂડ સુપરસ્ટાર્સમાંના એક શાહરૂખ ખાન પણ પોતાના દીકરા અબરામ ખાનની સાથે મ્યૂઝિક એન્જોય કરતા નજરે આવ્યા. એક વાયરલ તસવીરમાં શાહરૂખ રણબીર કપૂર સાથે છે, જ્યારે એક ફોટોમાં જાન્વી અને શિખર એક-બીજાનો હાથ પકડેલા છે અને પોતાના મિત્રોની સાથે પોઝ આપી રહ્યા છે.
સલમાન ખાન અને સંજય દત્ત
બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન કેપ લગાવતા ઘણા હેન્ડસમ લાગી રહ્યા હતા. તેમણે સંજય દત્તની સાથે જોવા મળ્યા. બંને અનંત અંબાણીની સાથે વાત કરી રહ્યા હતા. બેકગ્રાઉન્ડમાં સોહેલ ખાનના દીકરા નિર્વાણ ખાનને પણ જોઈ શકાય છે. આ સિવાય, રાધિકા મર્ચન્ટ અજય દેવગણની સાથે વાતચીત કરતી જોવા મળી, બાદમાં તે મુકેશ અંબાણી અને નીતા અંબાણીની નજીક ચાલી ગઈ.
ક્યારે થઈ કઈ ઇવેન્ટ?
આ કાર્યક્રમ 29 મેના રોજ શરૂ થયો, જેમાં લગભગ 800 મહેમાન ઇટલીથી શાનદાર ક્રૂઝ પર સવાલ થયા અને ત્યારબાદ તેઓ બપોરે લંચ માટે સાથે આવ્યા. ત્યારબાદ આગામી દિવસ 'સ્ટાર નાઇટ' પાર્ટી અને 'એ રોમન હોલિડે'નું આયોજન કરાયું. મહેમાનો રોમમાં ફર્યા અને ત્યારબાદ રાત્રે ટોગામાં પાર્ટી યોજાઈ.
ADVERTISEMENT