અરે વાહ! Amazon પર ફરી આવી રહ્યો છે ધમાકેદાર સેલ, iPhone સહિત આ કંપનીના સ્માર્ટફોન મળશે સાવ સસ્તામાં

Amazon Great Freedom Festival Sale Offers: એમેઝોને તેના અપકમિંગ Great Freedom Festival સેલનું ટીઝર રિલીઝ કર્યું છે. જોકે, કંપનીએ હજુ સુધી સેલની તારીખ જાહેર કરી નથી, પરંતુ લીક્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સેલ 6 ઓગસ્ટ, 2024થી શરૂ થશે અને લગભગ એક અઠવાડિયા સુધી લાઇવ રહેશે.

Amazon Great Freedom Festival Sale Offers

એમેઝોન પર આવી રહ્યો છે સેલ

follow google news

Amazon Great Freedom Festival Sale Offers:  એમેઝોને તેના અપકમિંગ Great Freedom Festival સેલનું ટીઝર રિલીઝ કર્યું છે. જોકે, કંપનીએ હજુ સુધી સેલની તારીખ જાહેર કરી નથી, પરંતુ લીક્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સેલ 6 ઓગસ્ટ, 2024થી શરૂ થશે અને લગભગ એક અઠવાડિયા સુધી લાઇવ રહેશે. આ પહેલા પણ ઈ-કોમર્સ દિગ્ગજે કેટલીક ડીલ્સનો ખુલાસો કર્યો છે, જે આગામી સેલ દરમિયાન ઉપલબ્ધ થશે. એમેઝોન દર વર્ષે આ દિવસે ભારતીયો માટે એક મોટા સેલનું આયોજન કરે છે. ચાલો આ અપકમિંગ સેલ સાથે સંબંધિત કેટલીક વિગતો જાણીએ... 

આ ફોન મળશે સસ્તામાં

એમેઝોન ગ્રેટ ફ્રીડમ ફેસ્ટિવલ (Great Freedom Festival) સેલના ટીઝર પેજથી જાણવા મળે છે કે કેટલાક પોપ્યુલર  OnePlus  ફોન સેલમાં ઘણી ઓછી કિંમતે ઉપલબ્ધ હશે. આમાં OnePlus Nord CE 4 Lite, OnePlus Nord 4, OnePlus Nord CE 4, OnePlus Open, OnePlus 12R અને OnePlus 12 જેવા મોડલ્સ હશે. આ મોબાઈલ ફોન્સની ડિલ પ્રાઈસ આગામી દિવસોમાં સામે આવશે. 

Samsung ફેન્સ માટે સારી તક!

iQOO Z9 Lite 5G, iQOO 12 5G, iQOO Neo 9 Pro, iQOO Z7 Pro, iQ અને iQOO Z9x પણ  Amazon Great Freedom Festival સેલ દરમિયાન ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ હશે. Redmi 13 5G, Redmi Note 13 Pro, Redmi 12 5G, NOte 13 Pro+, Xiaomi 14 પર ડિસ્કાઉન્ટ મળશે. Samsungના મોબાઈલ્સ Galaxy M15, Galaxy A35 અને ઘણા અન્ય મોબાઈલ્સને પણ સેલમાં ઓછી કિંમતે ખરીદી શકાશે. 

એક્સચેન્જ પર 50,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

એટલું જ નહીં આ સેલમાં Poco M6 Pro, Poco C65, Oppo F27 Pro+, Tecno Pova 6 Pro, Tecno Spark 20 Pro, Realme Narzo 70 Pro અને કેટલાક અન્ય સ્માર્ટફોન પણ ઓછી કિંમતે સેલમાં ઉપલબ્ધ થશે. કૂપન દ્વારા ઘણા ડિવાઈસ પર રૂ. 10,000 સુધીનું ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ ઓફર્સ પર રૂ. 50,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળે તેવી અપેક્ષા છે. 

આ પ્રોડક્ટ્સ પર પણ બંપર ડિસ્કાઉન્ટ!


સ્માર્ટફોન ઉપરાંત ઈલેક્ટ્રોનિક્સ એન્ડ એસેસરીઝ પર 80% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. જ્યારે એમેઝોન હોમ એપ્લાયન્સ પર 65% સુધીનું ડિસ્કાઉન્ટ આપશે. એવું કહેવાય છે કે સ્માર્ટફોન અને એસેસરીઝ પર 40% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.  ફેશન અને બ્યુટી પ્રોડક્ટ્સ પર 50% થી 80% ડિસ્કાઉન્ટ પણ મળવાનું છે. એટલું જ નહીં, તમે સ્માર્ટ ટીવી  65% સુધીનું ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો.
 

    follow whatsapp