Adani Group Share: છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય શેર બજાર (Share Market) એક દાયરામાં કારોબાર કરી રહ્યું છે. કોઈ મોટો ઘટાડો જોવા મળી રહ્યો નથી, પરંતુ આ વચ્ચે અદાણી ગ્રુપ (Adani Group) ના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અદાણી ગ્રુપની ઘણી કંપનીઓના ત્રણ મહિનાના પરિણામ શાનદાર આવ્યા છે, તેમ છતાં શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
જો વાત આજની કરીએ તો અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઘટાડાને લઈને એક જ કારણ જણાવવામાં આવી રહ્યું છે. હકીકતમાં, ગયા અઠવાડિયે સેબી (SEBI)એ અદાણીની 6 કંપનીઓને 'કારણ બતાવો નોટિસ' જારી કરી હતી. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ અદાણી એન્ટરપ્રાઈઝને બે કારણ બતાવો નોટિસ મોકલી છે.
નોટિસ બાદ શેરમાં ઘટાડો
સેબી (SEBI)નું કહેવું છે કે કંપનીએ લિસ્ટિંગ એગ્રીમેન્ટ અને ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ (LODR regulations) ને લઈને નિયમોનું પાલન કર્યું નથી. જે કંપનીઓને નોટિસ મળી છે તેના નામ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન, અદાણી પાવર, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી વિલ્મર અને અદાણી ટોટલ ગેસ છે.
આ પણ વાંચોઃ રોકાણકારો માટે 'બિગ ચાન્સ', આવી રહ્યા છે 6300 કરોડના 3 IPO; તૂટશે 20 વર્ષ જૂનો રેકોર્ડ
તપાસ બાદ SEBIની નોટિંસ
SEBI તરફથી નોટિસ અમેરિકા સ્થિત હિંડનબર્ગ રિર્સચ દ્વારા અદાણી ગ્રુપ પર લગાવવામાં આવેલા આરોપોની સેબીની તપાસ બાદ જારી કરવામાં આવી છે. સેબીની નોટિસ અનુસાર, એવો આરોપ છે કે કંપનીએ જરૂરી મંજૂરીઓ મેળવી નથી અને ફાયનાન્શિયલ સ્ટેટમેન્ટ્સમાં જરૂરી માહિતી આપી નથી.
આ પણ વાંચોઃ હિંડનબર્ગ રિપોર્ટ બાદ SEBIએ Adani ની 6 કંપનીઓને મોકલી કારણ બતાઓ નોટિસ, શું છે કારણ?
ગ્રપની તમામ 10 કંપનીઓના શેરના ભાવ ઘટ્યા
આ સમાચાર બાદ અદાણી ગ્રુપના શેરની મુવમેન્ટ બદલાઈ ગઈ છે. સોમવારે અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 4 ટકાથી વધુનો ઘટાડો થયો. સવારે 10 વાગ્યે અદાણી પોર્ટ્સના શેરમાં લગભગ 4 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. એ જ રીતે અદાણી પાવરના શેરમાં પણ લગભગ 4 ટકાનો ઘટાડો થયો હતો.
આ સિવાય અદાણી ગ્રીન (Adani Green)ના શેરમાં લગભગ 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો. જ્યારે અદાણી એનર્જી સોલ્યુશન્સ (Adani Energy Solutions)ના શેરમાં સોમવારે સવારે 3 ટકાનો ઘટાડો થયો. અદાણી ટોટલ ગેસનો શેર અઢી ટકાથી વધુ તૂટ્યો હતો.
અદાણી વિલ્મરના શેરમાં પણ 2 ટકાનો ઘટાડો નોંધાયો હતો. અંબુજા સિમેન્ટના શેરમાં પણ 3 ટકાનો ઘટાડો થયો હતો. ACC લિમિટેડના શેરમાં લગભગ 2 ટકાનો ઘટાડો થયો હતો. આ સિવાય NDTVના શેરમાં પણ લગભગ 2 ટકાનો ઘટાડો થયો હતો.
ADVERTISEMENT