Multibagger Stock: બોલિવૂડના 'સિંઘમ'એ આ શેરમાં લગાવ્યા છે કરોડો રૂપિયા...6 મહિનામાં જ ત્રણ ગણા થઈ ગયા પૈસા!

Multibagger Stock: શેરબજાર (Stock Market) ને જોખમી માનવામાં આવે છે, પરંતુ તેમાં એવા ઘણા શેર છે, જેણે રોકાણકારોને માલામાલ બનાવ્યા છે. તેમાંથી કેટલાકે લોન્ગ ટર્મમાં પૈસાનો વરસાદ કર્યો છે, કેટલાક તો બહુ ઓછા સમયમાં મલ્ટીબેગર સ્ટોક (Multibagger Stock) બની ગયા છે.

Multibagger Stock

અજય દેવગણે આ શેરમાં લગાવ્યા છે કરોડો રૂપિયા

follow google news

Multibagger Stock: શેરબજાર  (Stock Market) ને જોખમી માનવામાં આવે છે, પરંતુ તેમાં એવા ઘણા શેર છે, જેણે રોકાણકારોને માલામાલ બનાવ્યા છે. તેમાંથી કેટલાકે લોન્ગ ટર્મમાં પૈસાનો વરસાદ કર્યો છે, કેટલાક તો બહુ ઓછા સમયમાં મલ્ટીબેગર સ્ટોક (Multibagger Stock) બની ગયા છે. આવો જ એક શેર છે પેનોરમા સ્ટુડિયો ઈન્ટરનેશનલ (Panorama Studios International), જેમાં પૈસા લગાવનારાની રકમ એક વર્ષમાં ત્રણ ગણીથી વધુ વધી ગઈ છે. આ શેરમાં બોલિવૂડ (Bollywood)ના 'સિંઘમ' એટલે કે અજય દેવગણ (Ajay Devgn)એ પણ કરોડો રૂપિયા લગાવ્યા છે.

6 મહિનામાં જ કર્યો કમાલ

સૌથી પહેલા વાત કરી લઈએ પનોરમા સ્ટુડિયો ઈન્ટરનેશનલ શેર (Panorama Studios International Share) ના પરફોર્મન્સ અને તેનાથી મળેલા મલ્ટિબેગર રિટર્નની, તો જણાવી દઈએ કે છેલ્લા ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે એટલે કે શુક્રવારે આ શેર 7.11 ટકાના જોરદાર ઉછાળા સાથે 975.40 રૂપિયા પર બંધ થયો હતો. છેલ્લા 6 મહિનામાં જ આ શેરની કિંમતમાં 234 ટકાનો વધારો નોંધાયો છે. આનો અર્થ એ થયો કે તે છ મહિનામાં રોકાણકારો માટે મલ્ટિબેગર બની ગયો છે અને આ સમયગાળા દરમિયાન રૂ. 1 લાખનું રોકાણ કરનારાઓની રકમ વધીને રૂ. 3 લાખથી વધુ થઈ ગઈ છે. 26 ડિસેમ્બર, 2023ના રોજ એક શેરની કિંમત 292.05 રૂપિયા હતી, જે હવે 975 રૂપિયાને પાર કરી ગઈ છે.

5 વર્ષમાં 1 લાખના બનાવી દીધા 40 લાખ

6 મહિનામાં જ રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન  (Multibagger Return) આપનારા પનોરમા સ્ટુડિયોના શેરે એક વર્ષમાં રોકાણકારોને 246.38 ટકા રિટર્ન આપ્યું છે. આ સાથે જ જો છેલ્લા પાંચ વર્ષ દરમિયાન શેરોની હિલચાલની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે 1300 કરોડ રૂપિયાની માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતી આ કંપનીના શેરની કિંમત 8 જુલાઈ 2019ના રોજ માત્ર 24.15 રૂપિયા હતી, જે હાલમાં છે રૂ. 975.40 થઈ ગઈ છે અને આ હિસાબથી જો ગણતરી કરવામાં આવે તો રોકાણકારોને 5 વર્ષમાં 3938.92 ટકા રિટર્ન મળ્યું છે.  મતલબ કે જો કોઈ રોકાણકારે પાંચ વર્ષ પહેલા આ શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત અને તેને અત્યાર સુધી રાખ્યું હોત, તો હવે તેની રકમ વધીને રૂ. 40,38,920 થઈ ગઈ હોત.

અજય દેવગણે લગાવ્યા હતા 2.74 કરોડ રૂપિયા

દિગ્ગજ એક્ટર અને બોલિવૂડના 'સિંઘમ' અજય દેવગણ (Ajay Devgn Investment) દ્વારા આ કંપનીના શેરમાં રોકાણની વાત કરીએ તો તેમણે આ ફિલ્મ પ્રોડક્શન હાઉસના શેરના Preferential Issue માં ભાગ લઈને પનોરમા સ્ટુડિયોઝ ઈન્ટરનેશનલના શેરમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. રિપોર્ટ અનુસાર, એક્ટરે એક લાખ શેર ખરીદ્યા હતા અને તેના માટે 2.74 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. અજય દેવગણને આ શેર 274 રૂપિયાની કિંમતે મળ્યા હતા.

કંપનીની ઘણી ફિલ્મોમાં પણ કર્યું છે કામ

બોલિવૂડ એક્ટર અજય દેવગણે માત્ર આ પ્રોડક્શન હાઉસના શેરમાં જ રોકાણ કર્યું નથી, પરંતુ તેની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જેમાં 'RAID', દૃષ્ટિમ  (Drishyam) જેવી શાનદાર ફિલ્મોનો સમાવેશ થાય છે. અજય દેવગણે આ કંપનીના શેરમાં રોકાણ કરીને શેરબજારમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ તેમણે અન્ય સ્ટાર્ટઅપ્સમાં પણ રોકાણ કર્યું છે. આ વર્ષે ફેબ્રુઆરીની શરૂઆતમાં એક સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરતી વખતે અજય દેવગણે પોતે કહ્યું હતું કે તેમણે એક સ્પોર્ટ્સ વેન્ચરમાં પૈસા લગાવ્યા છે. 

નોંધ-  શેરબજારમાં કોઈપણ રોકાણ કરતા પહેલા માર્કેટ એક્સપર્ટ્સની સલાહ જરૂર લો. 

    follow whatsapp