883 રૂપિયામાં વિમાનમાં કરો મુસાફરી, આ ઓફરનો ફટાફટ ઉઠાવો લાભ

Gujarat Tak

26 Jun 2024 (अपडेटेड: Jun 26 2024 6:26 PM)

Air Indian Express Biggest Ever Splash Sale: Tata ની બજેટ એરલાઈન Air India Express એ હવાઈ મુસાફરી કરતા મુસાફરોને ગુડ ન્યૂઝ આપી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસના ‘Biggest Ever Splash Sale’ હેઠળ ગ્રાહકો સસ્તામાં વિમાનમાં મુસાફરી કરી શકે છે.

Air Indian Express

883 રૂપિયામાં પ્લેનમાં મુસાફરી

follow google news

Air Indian Express Biggest Ever Splash Sale: Tata ની બજેટ એરલાઈન Air India Express એ હવાઈ મુસાફરી કરતા મુસાફરોને ગુડ ન્યૂઝ આપી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસના ‘Biggest Ever Splash Sale’ હેઠળ ગ્રાહકો સસ્તામાં વિમાનમાં મુસાફરી કરી શકે છે. એર ઈન્ડિયા એક્સપ્રેસના નવા સેલ હેઠળ કંપનીની વેબસાઈટ અને એર ઈન્ડિયા એક્સપ્રેસ મોબાઈલ એપ   (Air India Express mobile app) દ્વારા ડિસ્કાઉન્ટથી ફ્લાઈટ બુકિંગ કરી શકાય છે. 

આ પણ વાંચો

883 રૂપિયામાં કરો પ્લેનમાં મુસાફરી

એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા શેર કરવામાં આવેલી જાણકારી અનુસાર, 28 જૂન સુધી બુક થનારી ટિકિટ પર યાત્રીઓએ 30 સપ્ટેમ્બર 2024 સુધી મુસાફરી કરવી પડશે. વેબસાઈટ અને એપ બંનેથી બુકિંગ કરવા પર ગ્રાહકો Xpress Lite હેઠળ 883 રૂપિયાના શરૂઆતી ભાડા પર ટિકિટ ખરીદી શકે છે. જ્યારે અન્ય બુકિંગ ચેનલ દ્વારા  Xpress Value નું ભાડું રુ.1096 રૂપિયાથી શરૂ થાય છે. 

ગ્રાહકોને સ્પેશિયલડિસ્કાઉન્ટ મળશે

airindiaexpressની વેબસાઈટ દ્વારા બુકિંગ કરવા પર ગ્રાહકોને સ્પેશિયલ ડિસ્કાઉન્ટની સાથે તાજેતરમાં જ લૉન્ચ થયેલ જીરો ચેક-ઈન બેગેજ એક્સપ્રેસ લાઈટ ભાડાનું એક્સક્લુસિવ એક્સેસ મળશે.  Xpress Liteની સાથે ગ્રાહકો કોઈપણ ફી વગર વધારાના 3 Kg કેબિન બેગજનો ફાયદો પણ ઉઠાવી શકે છે. તો ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં 15Kg ચેક-ઈન બેગેજને 1000 રૂપિયામાં અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં 20Kg બેગેજન 1300 રૂપિયામાં લઈ શકાય છે.

આ લોકોને મળશે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ

એર ઈન્ડિયા એક્સપ્રેસના લોયલ્ટી મેમ્બર્સને  એરલાઈનની વેબસાઈટ પર રૂ. 100-400 રૂપિયાનું એક્સક્લુઝિવ ડિસ્કાઉન્ટ, 8 ટકા સુધી NeuCoins સુધીના લાભો મળે છે. આ સિવાય બિઝનેસ અને પ્રાઈમ સીટ પર 50 ટકા ડિસ્કાઉન્ટ જેવી શાનદાર ઑફર્સ પણ મળે છે. કંપનીનું કહેવું છે કે, લોયલ્ટી મેમ્બર્સ સિવાય વિદ્યાર્થીઓ, સિનિયર સિટિઝન, SMEs, ડૉક્ટરો અને નર્સો અને સેનાના જવાન વેબસાઈટ અને એપ પરથી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પર ટિકિટ બુક કરાવી શકે છે.

380 ફ્લાઇટ્સ કરે છે ઓપરેટ

એર ઈન્ડિયા એક્સપ્રેસની વાત કરીએ તો તે ટાટાની એરલાઈન એર ઈન્ડિયાની સબસિડિયરી કંપની છે. આ ઓછી કિંમતની એરલાઈન દરરોજ 380 ફ્લાઇટ્સ ઓપરેટ કરે છે. કંપની હાલમાં 31 ડોમેસ્ટિક અને 14 ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેની ફ્લાઇટ્સ ઓપરેટ કરી રહી છે. 

    follow whatsapp