અમદાવાદઃ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હાલમાં સારવાર હેઠળની એક માત્ર 8 મહિનાની બાળકીનું હમણાં જ ડાયપ્રેમેટિક હર્નીયાનું ઓપરેશન કરાયું હતું. આ સ્થિતિમાં બાળક ડાયાફ્રેમમાં છિદ્ર સાથે જન્મે છે, જે છાતીને પેટના ભાગથી અલગ કરે છે પણ તેને માર્ચ મહિનામાં શ્વાસ લેવામાં ખુબ મુશ્કેલી પડવા લાગી. આ બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. કોરોના દરમિયાન તેને ફેફસામાં પંક્ચરની ફરિયાદથી સમસ્યા સર્જાઈ હતી. જેને આખરે 15 દિવસની સતત સાર સંભાળથી રિકવરી આવી છે.
ADVERTISEMENT
ભાવનગરઃ B.comનું પેપર ઈનચાર્જ પ્રિન્સિપાલના મોબાઈલથી જ લીક થયાનો ઘટસ્ફોટ
સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેન ડો. રાજેશ જોશી કહે છે કે, બાળકીને શ્વાસ લેવામાં થતી તકલીફ પાછળનું મુળ કારણ ફેફસામાં થયેલું પંક્ચર હતું. તેનો RT-PCR પણ પોઝિટિવ આવ્યો હતો. પાછું આ બાળકી છેલ્લા 1 વર્ષમાં દાખલ થયેલા કોરોનાના દર્દીઓમાં સૌથી નાની વયની દર્દી હતી. ગઈ 18મી માર્ચે તેને દાખલ કરાઈ હતી. અને પછી 2 એપ્રિલે તેને ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. જોકે ખુશીની વાત છે કે તે તેના સામાન્ય શ્વાસ અને ધબકારા સાથે અહીંથી ગઈ હતી.
ધબકારા હતા અનિયમિત
તેણીના ફેફસામાં પંક્ચર હોઈ તેના ધબકારા પણ અનિયમિત હતા. તબીબોએ તેને આઈસીડી (ઈમ્પ્લાન્ટેબલ કાર્ડિયોવર્ટર ડિફિબ્રિલેટર) પર રાખવાની સલાહ આપી હતી. નાની વયમાં અત્યંત જોખમમાં રહેલી આ બાળકીને તાવ અને કુપોષણની સામે પણ લડવાનું હતું. જોકે દીકરીએ તમામ પડકારો સામે લડત આપી હતી. સાથે જ તબીબોની મહેનત આખરે રંગ લાવી અને તે રિકવર થવા લાગી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT