દિલ્હીઃ ભારતીય સેનાએ અગ્નિવીરોના પગાર પેકેજ સંબંધિત બેંકિંગ સેવાઓ પ્રદાન કરવા માટે દેશની 11 બેંકો સાથે જોડાણ કર્યું છે. આ બેંકોમાં ખાનગી ક્ષેત્રની બેંકો HDFC બેંક, ICICI બેંક, Axis બેંક અને કોટક મહિન્દ્રા બેંકનો પણ સમાવેશ થાય છે. રક્ષા મંત્રાલયે આ અંગે જાણકારી આપી હતી.
ADVERTISEMENT
મંત્રાલયે કહ્યું કે 14 ઓક્ટોબર 2022ના દિવસે લેફ્ટનન્ટ જનરલ વી શ્રીહરિ (ડીજી, એમપી એન્ડ પીએસ) અને ભારતીય સેનાના અન્ય અધિકારીઓ દ્વારા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની અધ્યક્ષતા ભારતીય સેનાના એડજ્યુટન્ટ જનરલ સી બંસી પોનપ્પાએ કરી હતી.
ભારતીય સેનાએ જે 11 બેંકો સાથે કરાર કર્યા છે તેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, આઈડીબીઆઈ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, યસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંકનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT