નવી દિલ્હી : અદાણી ગ્રુપ માટે આ વર્ષ ખુબ જ ખરાબ નિવડ્યું હતું. ગુજરાતના ઉદ્યોગપતિ વિશ્વનાં બીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા બાદ અચાનક ધડામ થઇ ગયા હતા. ગૌતમ અદાણીની કંપનીઓ આ વર્ષની શરૂઆતથી જ ખુબ જ અસામાન્ય સ્થિતિનો સામનો કરી રહ્યા છે. હિંડનબર્ગના અદાણી અંગેના રિપોર્ટ બાદ અદાણી જુથની જાણે કે સાડાસાતી બેઠી હોય તે પ્રકારે ગ્રુપની તમામ કંપનીના શેર ધડાધડ નીચે પટકાવા લાગ્યા હતા. વિપક્ષ દ્વારા પણ સરકાર પર ખુબ જ દબાણ ઉભુ કરવામાં આવ્યું હતું. જો કે બીજી તરફ હવે ધ કેન અદાણી રિપોર્ટ અને રેટિંગ એજન્સી ફિંચના અહેવાલે અદાણીની મુશ્કેલીમાં વધારો કર્યો છે.
ADVERTISEMENT
લોનના હપ્તા અંગે કરવામાં આવી ચોંકાવનારી વાત
કેન રિપોર્ટ આવ્યા બાદ સવાલો ઉઠી રહ્યા છે કે, ગ્રુપના પ્રમોટર્સ કદાચ ગિરવે મુકેલા શેર સામે લોનના હપ્તા ચુકવ્યા ન હોય તેવી શક્યતા છે. આ અહેવાલની અદાણી ગ્રુપના શેર પર ખુબ જ ખરાબ અસર પડી હતી. જેના કારણે અદાણી ગ્રુપના શેરમાં હાલમાં જ શરૂ થયેલી તેજી પર અચાનક બ્રેક લાગી હતી. રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપના તમામ 10 શેર સતત બે દિવસથી ફરી એકવાર ધડામ થઇ ગયા છે. આ અહેવાલના પગલે અદાણી જુથની એમકેપમાં માત્ર બે દિવસમાં જ 1 બિલિયન ડોલરથી વધારેનો ઘટાડો થયો છે.
કેનના અહેવાલોને અદાણી ગ્રુપે ફગાવી દીધા
બીજી તરફ અદાણી જુથે કેનના અહેવાલોમાં ઉઠાવાયેલા સવાલોને ફગાવી દીધા હતા. અદાણી જુથના અનુસાર કેનના રિપોર્ટમાં માત્ર ખોટા દાવાઓ જ કરાયા છે. અદાણી ગ્રુપના અનુસાર 2.15 બિલિયન માર્જિન લિંક્ડ શેર બેક્ડ લોનની સંપુર્ણ ચુકવણી કરી છે. ગ્રુપ દ્વારા આ સંદર્ભે નિવેદન આપીને અદાણી ગ્રુપ, અદાણી પોર્ટ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી એન્ટરપ્રાઇઝના ગીરવે મુકેલા શેરમાં ઘટાડો થયો છે તેવું જણાવ્યું હતું.
અદાણી ગ્રુપે દેવું ઘટાડ્યું હોવાની સ્પષ્ટતા કરી
અદાણી ગ્રુપ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે, અદાણી ગ્રીનના ગિરવે મુકેલા શેર, જ્યાં તેઓ 31 ડિસેમ્બર, 2022 ના રોજ 4.4 ટકા હતા. 27 માર્ચે 2023 ના રોજ ઘટીને 3.5 ટકા થઇ ગયા હતા. આ જ પ્રકારે અદાણી પોર્ટસ પ્લેજ્ડ શેર 17.3 ટકાથી ઘટીને 4.7 ટકા, અદાણી ટ્રાન્સમિશન 6.6થી ઘટીને 3.8 અને અદાણી એન્ટરપ્રાઇઝ2.7 થી ઘટીને 0.6 ટકા થયા હતા. ગ્રુપે દાવો કર્યો કે હિંડનબર્ગના રિપોર્ટ બાદ કોઇ પણ ઓપરેટિંગ કંપનીના શેર ગિરવે મુકીને લોન લેવામાં આવી નથી.
ફિંચ દ્વારા પણ નકારાત્મક રેટિંગ્સની ચેતવણી ઉચ્ચારી
અત્રે ઉલ્લેખનીય છે કે, અદાણી અંગે મોટા ભાગની રેટિંગ એજન્સીઓ દ્વારા અદાણી અંગે નકારાત્મક વલણ યથાવત્ત છે. એસએન્ડપી ગ્લોબલ દ્વારા હાલમાં જ કંપનીઓના રેટિંગ અને નકારાત્મક પગલા લેવાઇ શકે છે. રેટિંગ એજન્સીએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે, જો તેને કોઇ ગંભીર ગોટાળો થાય તો અદાણી જુથની કંપની પર નકારાત્મક રેટિંગ પગલા લઇ શકે છે. 11 ફેબ્રુઆરીના રોજ મૂડીઝે અદાણી ટોટલ ગેસ, અદાણી ટ્રાન્સમિશન અને ACC સહિતના જુથના રેટિંગ્સ ડાઉનગ્રેડ કર્યા હતા.
ADVERTISEMENT