નવી દિલ્હી : વર્ષ 2023 માં હિંડનબર્ગના અહેવાલ બાદ લથડીયા ખાવા લાગેલી ADANI ધીરે ધીરે હવે સ્થિર થઇ રહી છે.રોકાણકારોનો વિશ્વાસ પરત મેળવવા માટે કંપની સતત પ્રયાસ કરી રહી છે. જે માટે અદાણી ગ્રુપ સતત પોતાના પર રહેલા વિવિધ દેવા ચુકવી રહ્યું છે. આ ક્રમમાં કંપની અદાણી સીમેન્ટ ઇન્ડસ્ટ્રી લિમિટેડ તરફથી મોટા સમાચારો સામે આવી રહ્યા છે. આ ક્રમમાં હવે કંપની અદાણી સીમેન્ટ ઇન્ડસ્ટ્રી લિમિટેડ તરફથી શુક્રવારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કંપનીએ ગત્ત અઠવાડીયે 200 મિલિયન ડોલરની ચુકવણી સમય પહેલા જ કરી દીધું છે.
ADVERTISEMENT
બ્લૂમબર્ગના અહેવાલ અનુસાર મોટા ભાગનું દેવું ચુકવાઇ ગયું
બ્લૂમબર્ગના અનુસાર GAUTAM ADANI ના નેતૃત્વમાં રહેલી અદાણી સિમેન્ડ ઇન્ડસ્ટ્રી લિમિટેડે પોતાનું એક મોટુ દેવું ચુકવી દીધું છે. અદાણી ગ્રુપના હોલ્સિમ લિમિટેડની ઇન્ડિયન યુનીટની ડીલના સમયે એક અબજ ડોલરની લોન લીધી હતી. એસીસી લિમિટેડ (ACC LTD) અને (AMBUJA CEMENT) ને ખરીદવાની ડીલ પુરી કરવા માટે આ લોન વૈશ્વિક બેંકો પાસેથી લેવામાં આવી હતી. દેવાની આ રકમથી સમુહે 200 મિલિયન ડોલર અથવા 1635 કરોડ રૂપિયાનું પ્રી પેમેન્ટ કરી દીધું છે.
સીમેન્ટ સેક્ટરમાં જોરદાર એન્ટ્રી
સ્વિત્ઝરલેન્ડ બેસ્ડ હોલ્સિમ લિમિટેડ ના ભારતીય બિઝનેસને ખરીદવાની ડીલ બાદ અદાણીએ વૈશ્વિક બેંકો પાસેથી જે લોન લીધી હતી તે સપ્ટેમ્બર 2024 માં મેચ્યોર થવાની હતી. ગૌતમ અદાણીની આ બિગ ડીલે ભારતીય સીમેન્ટ સેક્ટરમાં એક ઝટકામાં અદાણી ગ્રુપને બીજો સૌથી મોટો ખેલાડી બનાવી દીધો હતો. આ સેક્ટરમાં હાલ સૌથી મોટો પ્લેયર આદિત્ય બિરલા ગ્રુપની અલ્ટ્રાટ્રેક સિમેન્ટ છે. ત્યાર બાદ અદાણીની કંપનીઓનું નામ આવે છે. ડીલ બાદ Gautam Adani એ પોતે આ અધિગ્રહણને ઐતિહાસિક ગણાવ્યું હતું.
ADVERTISEMENT