ક્વાલકોમના (qualcomm) CEO ક્રિસ્ટિયાનો અમોન (Cristiano Amon) થોડા દિવસો પહેલા જ ભારત આવ્યા હતા. ત્યારે બિઝનેસમેન ગૌતમ અદાણી (Gautam Adani) સાથે તેમની મુલાકાત થઇ હતી. આ મુલાકાત બાદ ચર્ચા ચાલી રહી છે કે, બંન્ને મળીને કોઇ નવી કંપનીની સ્થાપના કરી શકે છે.
ADVERTISEMENT
ADANI એ વધાર્યું JIO-AIRTEL નું ટેંશન
દેશના બીજા સૌથી અમીર બિઝનેસમેન ગૌતમ અદાણી (Gautam Adani) ટેલીકોમ કંપની Jio અને Airtel ની ટેન્શન વધારી શકે છે. નવી જાણકારી સામે આવી રહી છે કે, અદાણી ખુબ જ ટુંક સમયમાં 5G ઇન્ટરનેટ સર્વિસ લાવી શકે છે. અનેક મીડિયા રિપોર્ટ બાદ તેવા ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે.
20 મેના રોજ થવાની છે સ્પેક્ટ્રમની હરાજી
અત્રે ઉલ્લેખનીય છે કે, 20 મેથી ભારતના આગામી સ્પેક્ટ્રમની હરાજી થવાની છે. 8 માર્ચે જ તેની નોટિસ જાહેર થઇ ગઇ હતી. દાવો છે કે, ગત્ત વખતે સ્પેક્ટ્રમની હરાજીની જેમ જ આ વખતે પણ ગૌતમ અદાણી તેમાં ભાગ લઇ શકે છે. 5G ઇન્ટરનેટ માર્કેટ પર તેમની નજર છે. તેઓ હરાજીમાં સ્પેક્ટ્રમ જીતે તો પોતાની કંપની પણ શરૂ કરી શકે છે.
5G બેન્ડ્સ પર ચાલી રહ્યું છે અદાણીનું કામ
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ પોતાના કર્મચારીઓ સાથેની મીટિંગમાં ગૌતમ અદાણીએ કહ્યું હતું કે, તેઓ પોતાનું ડેટા સેન્ટર એક્સપાન્ડ કરવાનું વિચારી રહ્યા છે. એટલું જ નહી AI-ML અને ઇન્ડસ્ટ્રિયલ ક્લાઉડ કેપેબિલિટી પર કામ કરવાની સાથે સાથે અદાણી ગ્રુપ 5G બેંડ્સ પર પણ ફોકસ કરી રહ્યા છે. કંપની તે અંગે કામ પણ ઝડપથી કરી રહી છે. અદાણી દેશમાં 5G ઇન્ટરનેટના વધતા વ્યાપને કારણે બની રહેલા નવા માર્કેટને કેપ્ચર કરવા માંગે છે. જેના કારણે અદાણી ગ્રુપ હાલ ડિજિટલ સ્ટ્રેટેજી બનાવી રહ્યું છે.
શા માટે ચર્ચા ચાલુ થઇ?
ક્વાલકોમના CEO ક્રિસ્ટિયાનો અમોન થોડા દિવસો પહેલા જ ભારત આવ્યા હતા. ત્યારે બિઝનેસમેન અદાણી સાથે પણ તેમની મુલાકાત થઇ હતી. તેની માહિતી આપતા અદાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તસ્વીરો શેર કરી હતી. આ મુલાકાત બાદ ચર્ચા ચાલી કે, બંન્ને મળીને કોઇ નવા જ બિઝનેસ અંગે વિચારી રહ્યા છે. જો કે હાલ આ તમામ ચર્ચાઓ છે. આ અંગે કોઇ અધિકારીક માહિતી સામે આવી નથી.
ADVERTISEMENT