નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે (Supreme Court) શુક્રવારે એટલે જે આજે હિંડનબર્ગ રિસર્ચ અને અદાણી ગ્રુપ (Adani Group) મામલે સુનાવણી કરી હતી. હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં (Hinenburg Report) કરવામાં આવેલા ખુલાસા અંગે અરજદારની અરજી અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હિંડનબર્ગ રિપોર્ટને સત્ય નિવેદન તરીકે માની શકીએ નહી. સુપ્રીમ કોર્ટે આગળ કહ્યું કે, હિંડનબર્ગ રિપોર્ટની વિશ્વસનિયતા પરખવાનું કોઇ સાધન નથી, જેના કારણે તેણે SEBI ને આ મામલે તપાસ કરવા માટે કહ્યું છે. સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.
ADVERTISEMENT
SC બેંચે કહ્યું કે, અમે હિંડનબર્ગ રિપોર્ટને તથ્યાત્મક રીતે યોગ્ય માનવાની જરૂરિયાત નથી. સેબી તેની તપાસ કરી રહી છે. બીજી તરફ અરજી દાખલ કરનારાઓનું કહેવું છે કે, બજાર નિયામક SEBI ની ગતિવિધિઓ શંકાસ્પદ છે કારણ કે, તેમની પાસે 2014 થી જ સંપુર્ણ માહિતી છે. તેમનો દાવો છે કે, ગુપ્ત નિર્દેશાલય (DRI) એ 2014 માં સેબી અધ્યક્ષની સાથે સંપુર્ણ માહિતી શેર કરી છે.
સેબીની તપાસ પર શંકા માટે પુરાવા ક્યાં?
Supreme Court ની બેંચે અરજીકર્તાને સવાલ કરતા કહ્યું કે, સેબી (SEBI) ની તપાસ પર શંકા કરનાા સાભ્ય ક્યાં છે? આ સવાલ ત્યારે કોર્ટે કર્યો જ્યારે અરજદારોએ કહ્યું કે, સેબીએ તપાસ પુર્ણ કરી લીધી છે, પરંતુ ખુલાસો નથી કર્યો. જે અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમે તપાસથી પહેલા જ સેબીની તપાસનું આકલન કઇ રીતે કરી શકીએ છીએ.
SEBI એ કહ્યું કે, માત્ર 10 દિવસના અંતરે તપાસ પુર્ણ થઇ
સેબીના સોલિસિટર જનરલે કોર્ટને જણાવ્યું કે, આવેદન દાખલ કરવામાં આવ્યું છે, જે સેબીના સભ્યોની વિરુદ્ધ દાવો કરે છે. સોલિસિટર જનરલે કહ્યું કે, સેબીની વિરુદ્ધ એક અવમાનના અરજી દાખલ કરવામાં આવી હતી, જેને માત્ર 10 દિવસના અંતરમાં તપાસ પુર્ણ કરી લેવામાં આવી છે.
ક્યારે આવી હતી હિંડનબર્ગનો રિપોર્ટ
ઉલ્લેખનીય છે કે, 24 જાન્યુઆરીને અમેરિકાની શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગે ગૌતમ અદાણીની તમામ કંપનીઓ અંગે એક રિપોર્ટ રજુ કર્યો હતો. જેમાં અનેક ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. બીજી તરફ અદાણી ગ્રુપે આ રિપોર્ટને સંપુર્ણ રીતે ખોટા ગણાવ્યા હતા. આ રિપોર્ટ આવ્યા બાદ અદાણી ગ્રુપના તમામ શેરમાં ખુબ જ મોટો ઘટાડો આવ્યો હતો અને તેની સંપત્તીને પણ તગડું નુકસાન થયું હતું. ત્યાર બાદ આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો અને હવે આ મામલે સુનાવણી ચાલી રહી છે.
ADVERTISEMENT