નવી દિલ્હી: હિંડનબર્ગના અહેવાલે Adani ગ્રુપના સામ્રાજ્યને હચમચાવી નાખ્યું હતું. હવે આ રિપોર્ટ આવ્યાને 2 મહિનાથી વધુ સમય વીતી ગયો છે. સમયની સાથે અદાણી ગ્રુપની કંપનીઓ ધીરે ધીરે રોકાણકારોનો વિશ્વાસ જીતવામાં સફળ થઈ રહી છે. માર્ચમાં અમેરિકન ફર્મ GQG પાર્ટનર્સે અદાણી ગ્રુપની વિવિધ કંપનીઓના શેર ખરીદ્યા હતા. હવે સમાચાર આવી રહ્યા છે કે અદાણી ગ્રુપનું જોઈન્ટ વેન્ચર ડોલરમાં લોન લેવા જઈ રહ્યું છે.
ADVERTISEMENT
220 મિલિયનની ડોલરની લોન લેવાની યોજના
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, અદાણી ગ્રુપ 6 બેંકો પાસેથી $220 મિલિયન એકત્ર કરવાની તૈયારી કરી રહ્યું છે. અદાણી ગ્રુપ આ લોન જોઈન્ટ વેન્ચરમાં લેશે. આ લોન 5 વર્ષ માટે રહેશે. આ સમગ્ર મામલા પર નજર રાખી રહેલા લોકોના મતે કંપનીને આગામી થોડા અઠવાડિયામાં લોન આપવામાં આવી શકે છે. જણાવી દઈએ કે, અદાણી ગ્રુપની કંપની AdaniConneX અને અમેરિકન કંપની EdgeConneX સંયુક્ત સાહસમાં આ લોન એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે.
આ સમગ્ર મુદ્દે અદાણી ગ્રુપ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. તમને જણાવી દઈએ કે, હિંડનબર્ગે 24 જાન્યુઆરીએ અદાણી ગ્રુપને લઈને પોતાનો રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. આ અહેવાલ આવ્યા બાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારબાદ કંપનીએ તેનો FPO પણ પાછો ખેંચી લેવો પડ્યો હતો
અદાણી ગ્રુપ સેબીના રડાર પર
માર્કેટ રેગ્યુલેટર સેબી અદાણી ગ્રુપની ત્રણ ઓફશોર એન્ટિટીની તપાસ કરી રહી છે. આ તપાસનો હેતુ સોદામાં ‘રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન’ નિયમોના ઉલ્લંઘનને શોધવાનો છે. સેબીના રડાર પર આવવાના સમાચારે અદાણી ગ્રુપની કંપનીઓને મોટો ઝટકો આપ્યો છે. ગઈકાલે એટલે કે સોમવારે અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.
ADVERTISEMENT