SBI Lending Rate: દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેંક ઓફ બરોડા, કેનરા બેંક અને યુકો બેંક બાદ હવે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ્સ (MCLR)માં 10 બેસિસ પોઈન્ટ્સના વધારાની જાહેરાત કરી છે. નવા દરો આજથી ગુરુવાર 15 ઓગસ્ટ, 2024થી લાગુ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે, SBI દ્વારા MCLRમાં સતત ત્રીજા મહિને વધારો કરવામાં આવ્યો છે
ADVERTISEMENT
જાણો કેટલો થયો વધારો
ત્રણ વર્ષના સમયગાળા માટે SBIનો નવો MCLR હવે 9% થી વધીને 9.10% થયો છે, જ્યારે ઓવરનાઈટ MCLR 8.10%થી વધીને 8.20% થઈ ગયો છે. અહીં જુઓ વિગતો-
ઓવરનાઈટ: 8.10%થી વધીને 8.20%
એક મહિનો: 8.35%થી વધીને 8.45%
ત્રણ મહિના: 8.40%થી વધીને 8.50%
6 મહિના: 8.75%થી વધીને 8.85%
એક વર્ષ: 8.85%થી વધીને 8.95%
બે વર્ષ: 8.95%થી વધીને 9.05%
ત્રણ વર્ષ: 9.00% થી વધીને 9.10%
સતત ત્રીજા મહિને વધારો
PSU બેંકે જૂન 2024થી કેટલાક મુદત માટે MCLRમાં 30 બેસિસ પોઈન્ટ્સ (bps)નો વધારો કર્યો છે. MCLRએ લઘુત્તમ વ્યાજ દર છે જેની નીચે કોઈ બેંક લોન આપી શકતી નથી. MCLR દરમાં વધારાનો અર્થ એ છે કે હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન જેવી લોન ગ્રાહકો માટે મોંઘી થશે.
MCLR એટલે શું?
MCLR એક બેન્ચમાર્ક વ્યાજ દર છે, જે મુજબ તમામ બેંકો તેમના ગ્રાહકોને હોમ લોન, ઓટો લોન સહિત ઘણી લોન આપે છે. બેંકો આ વ્યાજ દરથી ઓછી લોનની મંજૂરી આપતી નથી. RBIએ લોન માટે વ્યાજ દરો નક્કી કરવા માટે 1 એપ્રિલ 2016ના રોજ MCLR લાગુ કર્યો હતો.
ADVERTISEMENT