જો તમે મોબાઈલનો ઉપયોગ કરો છો, તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે, કારણ કે 1 જાન્યુઆરી, 2024થી 5 મોટા ફેરફારો થઈ રહ્યા છે, જેની સીધી અસર મોબાઈલ યુઝર્સ પર પડશે. આવી સ્થિતિમાં તમારે 31 ડિસેમ્બર પહેલા આ તમામ કામ પતાવી લેવા જોઈએ.
ADVERTISEMENT
નહીં કરી શકો UPI પેમેન્ટ
જો તમે એક વર્ષ કે તેના કરતા વધુ સમયથી UPI IDનો ઉપયોગ કર્યો નથી, તો તમારું UPI ID 31 ડિસેમ્બર, 2023 પછી બંધ કરી દેવામાં આવશે. આનો અર્થ એ છે કે 1 જાન્યુઆરી 2023થી તમે યુપીઆઈ પેમેન્ટ જેમ કે Google Pay, Phone Pay અને Paytmનો ઉપયોગ કરી શકશો નહીં. તેનાથી બચવા માટે તમારે યુપીઆઈ આડીથી 31 ડિસેમ્બર પહેલા ટ્રાન્ઝેક્શન કરવું પડશે.
નવા સિમ કાર્ડ નિયમ
નવા વર્ષથી UPI સિમ કાર્ડ મેળવવું મુશ્કેલ બનશે, કારણ કે સરકાર નવા નિયમો લાગુ કરી રહી છે, જેના કારણે નવું સિમ લેતી વખતે બાયોમેટ્રિક વિગતો આપવી પડશે. આ બિલ રાજ્યસભા અને લોકસભામાં પસાર થઈ ચૂક્યું છે. આ પછી બિલ કાયદો બની જશે.
બંધ થઈ રહ્યા છે આ જીમેલ એકાઉન્ટ
જીમેલ એકાઉન્ટ કે જેનો ઉપયોગ એક કે બે વર્ષથી કરવામાં આવ્યો નથી. ગૂગલ આવા તમામ જીમેલ એકાઉન્ટને બંધ કરશે. નવો નિયમ પર્સનલ જીમેલ એકાઉન્ટ પર લાગુ થશે. જ્યારે નવો નિયમ શાળાઓ અને બિઝનેસ એકાઉન્ટ પર લાગુ થશે નહીં. આવી સ્થિતિમાં જો તમે જુના જીમેલ એકાઉન્ટનો ઉપયોગ કર્યો નથી, તો તેને એક્ટિવ રાખવું જોઈએ.
લોકર એગ્રીમેન્ટ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લોકર એગ્રીમેન્ટના રિન્યૂએબલને 31 ડિસેમ્બર 2023 સુધી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. જણાવી દઈએ કે, નવા વર્ષથી નવા લોકર નિયમો લાગુ થવાના છે. આવી સ્થિતિમાં તમારે 31 ડિસેમ્બર સુધીમાં મંજૂરી લેવી પડશે. નહીંતર તમે લોકરનો ઉપયોગ કરી શકશો નહીં.
નોમિની અપડેટ
ડીમેટ ખાતાધારકે 31મી ડિસેમ્બર સુધીમાં નોમિનીની માહિતી અપડેટ કરવાની રહેશે. અગાઉ તેની ડેડલાઈન 30 સપ્ટેમ્બર હતી, જેને ત્રણ મહિના વધારીને 31 ડિસેમ્બર કરવામાં આવી છે.
ADVERTISEMENT