આજે દેશમાં આરબીઆઆઇની ક્રેડિટ પોલિસી જાહેર થયા બાદ ભારતીય શેરબજારમાં ભારે ઉતાર ચડાવ જોવા મળ્યો હતો. સપ્તાહના અંતિમ દિવસે બજાર સામાન્ય ફેરફાર સાથે બંધ થયું હતું. શુક્રવારના કારોબારમાં બેન્કિંગ અને આઈટી શેરોમાં હળવી ખરીદી જોવા મળી હતી, જ્યારે ઓટો, પાવર, કન્ઝ્યુમર ડ્યુરેબલ શેરોમાં ઘટાડો થયો હતો.શેરબઝારમાં મિડકેપ શેરોમાં ખરીદી જોવા મળી હતી. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 89.13 પોઈન્ટ એટલે કે 0.15 ટકાના વધારા સાથે 58,387.93ની સપાટી પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 15.50 પોઈન્ટ એટલેકે 0.09 ટકાના મામૂલી વધારા સાથે 17,397.50ની સપાટીએ બંધ થયો હતો.
ADVERTISEMENT
શેરબજારમાં ઉતાર ચડાવ
આજે શુક્રવારે શેરબજારમાં ભારે ઉતાર ચડાવ જોવા મળ્યો હતો. શરૂઆતની જો વાત કરવામાં આવે તો શરૂઆતમાં ભારે તેજી જોવા મળી રાતી ત્યારબાદ તેમાં ઘટાડો જોવા મળ્યો હતો સેન્સેક્સમાં 1135 પોઈન્ટનો ઘટાડો જોવવા મળ્યો હતો જ્યારે નિફ્ટીમાં 330 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. શેર બજારમાં ફરી તેજી જોવા મળી હતી અને માર્કેટમાં તેજી જોવા મળી હતી. નિફ્ટીના 50 માંથી 31 શેરમાં તેજી જોવા મળી હતી જ્યારે 19 શેર ઘટાડા સાથે બંધ થયા હતા. જ્યારે સેન્સેક્સમાં આજે 30 માંથી 16 શેરમાં તેજી જોવા મળી હતી જ્યારે 14 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.
ગુરુવારની સ્થિતિ
ગુરુવારે ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 51.73 પોઈન્ટ્સ એટલેકે 0.09 ટકાના ઘટાડા સાથે 58,298.80ની સપાટી પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 6.15 પોઈન્ટ એટલેકે, 0.04 ટકા ઘટીને 17,382.00ની સપાટી પર બંધ થયો હતો.
રેપો રેટમાં વધારો થયો
રિટેલ ફુગાવાને અંકુશમાં લેવા માટે આરબીઆઈએ શુક્રવારે પોલિસી રેટ રેપોમાં 0.5 ટકાનો વધારો કરીને 5.4 ટકા કર્યો છે. તેનાથી હોમ લોનના હપ્તામાં વધારો થશે. બેઠકમાં લેવાયેલા નિર્ણય વિશે માહિતી આપતા ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે સર્વસંમતિથી રેપો રેટમાં 0.5 ટકાનો વધારો કરીને 5.4 ટકા કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા ઊંચા મોંઘવારી સામે લડી રહી છે અને તેને નિયંત્રણમાં લાવવી જરૂરી છે.
ADVERTISEMENT