પશ્ચિમ બંગાળમાં સામે આવેલા શિક્ષા કૌભાંડમાં અર્પિતા મુખર્જીની મુશ્કેલીઓ વધી રહી છે. બુધવારે બપોરથી જ ઈડીની એક ટીમ તેમના બીજા ઘરે તપાસ કરી રહી છે. ખબર મળી છે કે એકવાર ફરી તેમના ઘરે મોટી સંખ્યામાં રોકડ રકમ મળી છે. આ પૈસા એટલા બધા હતા કે નોટો ગણવા માટે મશીનો મગાવવા પડ્યા. અત્યાર સુધીમાં ઈડીએ 20 કરોડ સુધીની રોકડ જપ્ત કરી લીધી છે અને ત્રણ કિલો સોનું પણ જપ્ત કર્યું છે.
ADVERTISEMENT
જાણકારી મળી છે કે ઈડીએ આ વખતે અર્પિતાના ક્લબ ટાઉનવાળા એપાર્ટમેન્ટમાં રેડ પાડી હતી. એવા ઈનપુટ મળ્યા હતા કે ત્યાં પણ કેશ સંતાડી રાખ્યું છે. હવે ઈડીની તપાસમાં અહીંથી નોટોનો ઢગલો મળ્યો છે. અત્યાર સુધીમાં ઈડીએ આ મામલે 42 કરોડ રૂપિયા જપ્ત કરી લીધા છે. વિદેશી ચલણ પણ જપ્ત કરાઈ છે. આ પહેલાની રેડમાં અર્પિતાના ઘરેથી 20થી વધુ ફોન અને ઘણી કંપનીઓના દસ્તાવેજ જપ્ત કરાયા હતા.
આ શિક્ષા કૌભાંડમાં ઈડીએ પશ્ચિમ બંગાળ સરકારમાં મંત્રી પાર્થે ચેટર્જીની પણ ધરપકડ કરી ચૂકી છે. આ કૌભાંડમાં તેમની પણ કેટલાક કલાકો સુધી પૂછપરછ થઈ છે. બ્લેક ડાયરીને લઈને પણ ઘણા સવાલો પૂછાયા. આ તે ડાયરી છે જે ઈડીને અર્પિતાના ઘરેથી મળી હતી. કહેવાઈ રહ્યું છે કે, આ ડાયરી બંગાળ સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એન્ડ સ્કૂલ એજ્યુકેશનની છે. આ ડાયરીમાં 40 પેજ એવા છે, જેમાં ઘણું બધું લખેલું છે. આ ડાયરી એસએસસી કૌભાંડના પણ અનેક રહસ્યો ખોલી શકે છે.
ADVERTISEMENT