દિલ્હીઃ તહેવારોની સિઝન દરમિયાન પેસેન્જર વાહનોની માંગમાં વધારો થયો છે. જેની સીધી અસર વેચાણ પર થઈ હતી જે સતત વધી રહ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ સમયગાળા દરમિયાન, SUV અને મીડિયમ રેન્જની કાર માટે ગ્રાહકોનું આકર્ષણ સૌથી વધુ હતું. તેવામાં એન્ટ્રી લેવલની ગાડીના વેચાણમાં પણ જંગી ઉછાળો જોવા મળ્યો હતો. જોકે, ટુ-વ્હીલર્સની માંગ પર નજર કરીએ તો એમા ઘટાડો જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
- ઇન્ડસ્ટ્રીના ડેટા અનુસાર, મારુતિ સુઝુકીનું સ્થાનિક બજારમાં વેચાણ ઓક્ટોબરમાં 26 ટકા વધીને 1,47,072 યુનિટ થયું હતું.
- ગત ઓક્ટોબરમાં આ આંકડો 1,17,013 હતો. આ સમયગાળા દરમિયાન, અલ્ટો અને એસ-પ્રેસો જેવી મિની કારનું વેચાણ 21,831 યુનિટથી વધીને 24,936 યુનિટ થયું છે.
- કોમ્પેક્ટ કારનું વેચાણ પણ 51.3 ટકા વધીને 73,685 યુનિટ થયું છે.
હ્યુન્ડાઈની ગાડીની બોલબાલા રહી
હ્યુન્ડાઈ મોટરના પેસેન્જર વાહનોનું વેચાણ મીડિયા રિપોર્ટ્સના આધારે 29.6 ટકા વધીને 48,001 યુનિટ થયું છે. ગત વર્ષે ઓક્ટોબરમાં કંપનીએ 37,021 પેસેન્જર વાહનોનું વેચાણ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન ટાટા મોટર્સે 45,423 પેસેન્જર વાહનોનું વેચાણ કર્યું હતું. આ આંકડો ઓક્ટોબર 2021માં વેચાયેલા 34,155 એકમો કરતાં 33 ટકા વધુ છે. ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવતી કંપની ઓલા ઈલેક્ટ્રિકનું વેચાણ ગયા મહિને 20,000 યુનિટને સ્પર્શ્યું હતું. તેવામાં વિજયાદશમીને લઈને વેચાણમાં 10 ગણો વધારો નોંધાયો હતો.
ટુ-વ્હીલરના વેચાણમાં ઘટાડો
Hero MotoCorpનું કુલ ટુ-વ્હીલર વેચાણ ઓક્ટોબરમાં 17 ટકા સુધી ઘટી ગયું હતું. સ્થાનિક બજારમાં વેચાણમાં 16 ટકાનો ઘટાડો નોંધાયો છે.
ADVERTISEMENT