Fraud In Mahindra Group Company: મહિન્દ્રા ગ્રુપની ફાયનાન્સ કંપની મહિન્દ્રા ફાયનાન્સિયલ સર્વિસ લિમિટેડમાં 150 કરોડ રૂપિયાની છેતરપિંડી ઝડપાઈ છે. મળતી માહિતી મુજબ, આ છેતરપિંડી (ફ્રોડ) કંપનીની નોર્થ ઈસ્ટ રિજન બ્રાન્ચમાં થઈ હતી. છેતરપિંડી સામે આવતા કંપનીએ તેના ચોથા ક્વાર્ટરના પરિણામો મુલતવી રાખ્યા છે. આ સાથે કંપનીએ જ આજે યોજાનારી બોર્ડ મીટિંગને પણ મોકૂફ રાખી છે.
ADVERTISEMENT
કંપનીએ આપી જાણકારી
કંપની દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે, કંપનીની નોર્થ ઈસ્ટ બ્રાન્ચમાં રિટેલ વ્હીકલ લોન સંબંધિત એક ફ્રોડનો મામલો સામે આવ્યો છે. જેમાં કંપનીને મોટું નુકસાન થયું છે. હાલમાં કંપની આ મામલે તપાસ કરી રહી છે. આ છેતરપિંડીનો અંદાજ 150 કરોડ રૂપિયા સુધીનો હોઈ શકે છે.
શેરની કિંમતમાં થયો ઘટાડો
આ રિટેલ વ્હીકલ લોન ફ્રોડને કારણે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાયનાન્શિયલ સર્વિસ લિમિટેડના શેર મંગળવારે એક મહિનામાં સૌથી નીચા સ્તરે આવી ગયા હતા. એક્સચેન્જ ફાઈલિંગ મુજબ, ફ્રોડ KYC દસ્તાવેજો સાથે સંબંધિત છે, જેના કારણે લોન ડિસ્બર્સમેન્ટ સંબંધમાં નોન-બેંકિંગ ફાયનાન્શિયલ કંપનીના ફંડ્સનો દુરુપયોગ થયો છે. આ મામલાની તપાસ એડવાન્સ સ્ટેજમાં છે.
શેરના ભાવ ગગડ્યા
NSE પર, મહિન્દ્રા ફાયનાન્સનો શેર (Mahindra Financial Share Price) દિવસ દરમિયાન 8 ટકાથી વધુ ઘટીને રૂ. 256.50 થયો હતો, જે 20 માર્ચ પછી સૌથી નીચે છે.
રોકાણકારોએ હવે શું કરવું જોઈએ?
છેલ્લા 12 મહિનામાં શેરના ભાવમાં 4.61 ટકાનો વધારો થયો છે, પરંતુ ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં તેમાં 3 ટકાનો ઘટાડો થયો છે. તે પાંચ દિવસમાં 8.90 ટકા અને એક મહિનામાં 2.68 ટકા ઘટ્યો છે. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, કંપની પર નજર રાખતા 39 એનાલિસ્ટમાંથી 20એ શેર 'ખરીદવાની' સલાહ આપી છે, 12એ 'હોલ્ડ' અને 7એ 'વેચવાની' સલાહ આપી છે.
નોંધઃ કોઈપણ જગ્યાએ રોકાણ કરતા પહેલા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લો.
ADVERTISEMENT