કોરોનાની ચોથી લહેરની આશંકા વચ્ચે અરવલ્લીની કોવિડ હોસ્પિટલ ખંડેર હાલતમાં, લોકોના જીવ જતાં પહેલા તંત્ર જાગશે?
હિતેશ સુતરીયા, અરવલ્લી: ચીન સહિત દુનિયાના અનેક દેશોમાં કોરોનાએ ફરી હાહાકાર મચાવવાનો શરૂ કરી દીધો છે. છેલ્લા એક સપ્તાહમાં 36 લાખ જેટલા કોરોના સંક્રમણના કેસ…
ADVERTISEMENT
હિતેશ સુતરીયા, અરવલ્લી: ચીન સહિત દુનિયાના અનેક દેશોમાં કોરોનાએ ફરી હાહાકાર મચાવવાનો શરૂ કરી દીધો છે. છેલ્લા એક સપ્તાહમાં 36 લાખ જેટલા કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા છે. જ્યારે 7 દિવસમાં 10 હજાર લોકોના મોત થયા છે. ચીન ઉપરાંત આર્જેન્ટિના, બ્રાઝિલ અને જાપાનમાં પણ ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે. દુનિયાભરમાં વધી રહેલા કોરોનાના કેસોના કારણે ભારત સરકારે પણ એક્શન મોડમાં આવી ચૂક્યું છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ તરફથી NCDC અને ICMRને પત્ર લખવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે જો કોરોનાના નવા પ્રકારોને સમયસર ઓળખવા હોય તો તેના માટે જીનોમ સિક્વન્સિંગ જરૂરી છે. રાજ્યોને જીનોમ સિક્વન્સિંગ માટે સેમ્પલ મોકલવાની પણ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત તંત્રને સજ્જ રહેવા કહેવામાં આવ્યું છે. પરંતુ આ વચ્ચે અરવલ્લી જિલ્લાની કોવિડ હોસ્પિટલ ખંડેર હાલતમાં જોવા મળી રહી છે.
દુનિયાભરમાં કોરોને ફરી એક વખત ભરડો લીધો છે. આ દરમિયાન ભારતમાં કોરોના વાયરસની પાંચમી લહેર શરૂ થઈ ચૂકી છે તેમ કહી શકાય છે. સરકાર કોરોના સામે લડવા માટે પૂરી તૈયારી કરી રહી છે આ વચ્ચે અરવલ્લી જિલ્લાની કોવિડ હોસ્પિટલ ખંડેર હાલતમાં જોવા મળી રહી છે. છેલ્લા 4 વેવ થી હતી કોવિડ હોસ્પિટલની હાલત દયનીય સ્થિતિમા હતી. મોડાસાની કોવિડ હોસ્પિટલ ખંડેર હાલતમાં જોવા મળી રહી છે. અને હોસ્પિટલમાંમાં તાળા લગાવી દેવામાં આવ્યા છે.
ઓક્સિજન પ્લાન્ટ પણ ધૂળ ખાઈ રહ્યો છે
એક તરફ કોરોનાની પરિસ્થિતિ સામે આવે ત્યાં જ લોકોના રૂવાડા ઊભા થઈ જાય છે ત્યારે બીજી તરફ ઓક્સિજન હોસ્પિટલના બેડ સહિતની વસ્તુઑ માટે લાંબી લાઈનો યાદ આવી પહોંચે છે. આ દરમિયાન અરવલ્લી જિલ્લાની હોસ્પિટલ કોરોનાની આવેલી ચાર વેવમાં પણ નથી સુધી અને આ પંચમી વેવ આવી રહી છે ત્યારે ઓક્સિજન પ્લાન્ટ પણ ધૂળ ખાઈ રહ્યો છે અને હોસ્પિટલની અંદર ધૂળ ની ડમરીઓ જોવા મળી આ તમામ વસ્તુઑ તંત્રની બેદરકારીની ચાડી ખાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT