‘યે આરામ કા મામલા હૈ’, અમદાવાદના બજેટ પરની ચર્ચા દરમિયાન કોર્પોરેટરો નિંદર માણતા દેખાયા
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બે દિવસની બજેટ બેઠક ગઈકાલથી શરૂ થઈ છે. જેમાં પહેલા દિવસે કોર્પોરેટરોના લંચ બ્રેક બાદ બપોરે 2.30 વાગ્યે બીજુ સેશન શરૂ…
ADVERTISEMENT
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બે દિવસની બજેટ બેઠક ગઈકાલથી શરૂ થઈ છે. જેમાં પહેલા દિવસે કોર્પોરેટરોના લંચ બ્રેક બાદ બપોરે 2.30 વાગ્યે બીજુ સેશન શરૂ થયું હતું. આ સેશનમાં બજેટ પરની ચર્ચા ચાલી રહી હતી દરિયાન કોર્પોરેટરો હોલમાં જ ઊંઘતા ઝડપાયા હતા. ગાંધીહોલમાં બજેટ પરની ચર્ચા દરમિયાન ઝપકી મારતા કોર્પોરેટરો વીડિયોમાં કેદ થઈ ગયા હતા. ચૂંટણી સમયે પ્રજાની સેવાના વાયદા કરી વોટ માગવા જતા કોર્પોરેટરોને બજેટ જેવી ગંભીર ચર્ચા દરમિયાન પણ કંઈ પડી ન હોય તેમ બિન્દાસ્ત આરામ કરતા દેખાયા.
બજેટની ચર્ચામાં કોર્પોરેટરો ઊંઘતા ઝડપાયા
રવિવારે લંચ બ્રેક બાદ AMCના બજેટનું બીજું સેશન શરૂ કરાયું હતું. જેમાં એમ.જે લાઈબ્રેરી અને વી.એસ હોસ્પિટલની ચર્ચા શરૂ કરવામાં આવી હતી. જોકે આ દરમિયાન અસારવાના કોર્પોરેટર અને રીક્રિએશન કમિટીના ડે. ચેરમન મેનાબેન પટણી, સરસપુર-રખિયાલ વોર્ડના કોર્પોરેટર મંજૂલાબેન ઠાકોર ખાડિયાના કોર્પોરેટર નીકીબેન મોદી આ સાથે ઈન્દ્રપુરી વોર્ડ, નારણપુરા તથા થલતેજના કોર્પોરેટર પણ બજેટ ચર્ચામાં ઊંઘતા કેમેરામાં કેદ થયા હતા. ખાસ વાત એ છે કે કોર્પોરેટરોને ઊંઘ ન આવે તે માટે ચોકલેટ આપવામાં આવી હતી, તેમણે ચોકલેટ ખાધી પણ ખરી અને પછી બેઠા બેઠા જ ઝપકી ખાવા લાગ્યા.
ADVERTISEMENT
બજેટ ચર્ચા પહેલા જ કોર્પોરેટરોને ન ઊંઘવાની સૂચના અપાઈ હતી
ખાસ વાત છે કે, કોર્પોરેશનની બેઠક પહેલા જ ભાજપના કોર્પોરેટરોની મિટિંગ યોજાઈ હતી અને તમામ કોર્પોરેટરોને લંચ બાદ ન સૂવા માટે તથા મોબાઈલમાં વ્યસ્ત ન રહેવાની સૂચના આપવામાં આવી હતી. જોકે પ્રજાના પ્રતિનિધિ એવા કોર્પોરેટરો આ સૂચનાને ઘોળીને પી ગયા અને બજેટ સેશનમાં ઊંઘતા ઝડપાયા હતા.
ADVERTISEMENT