BJPમાં આંતરિક વિવાદ વચ્ચે અલ્પેશ ઠાકોરે તાકાતનો પરચો બતાવ્યો, વિરોધ કરનારાને આપ્યો સણસણતો જવાબ!
પાર્થ વ્યાસ/ અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં અલ્પેશ ઠાકોરને રાધનપુરથી ટિકિટ મળે એવા એંધાણ જણાયા છે. જોકે છેલ્લા…
ADVERTISEMENT
પાર્થ વ્યાસ/ અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં અલ્પેશ ઠાકોરને રાધનપુરથી ટિકિટ મળે એવા એંધાણ જણાયા છે. જોકે છેલ્લા ઘણા દિવસથી ભાજપના જ 2 સ્થાનિક દિગ્ગજોએ આનો વિરોધ કર્યો હતો. તેમણે સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની માગ સાથે અલ્પેશ ઠાકોર સામે બાયો ચઢાવી દીધી હતી. જોકે આ દરમિયાન અલ્પેશ ઠાકોર પણ ચુપ ન રહ્યા અને તેમણે પોતાની તાકાતનો પરચો બતાવી દીધો છે. તેમણે સમી તાલુકામાં વિશાળ જનસભા સંબોધીને મોટા સંકેત આપ્યા છે. જોકે હવે રાધનપુર બેઠકના ઈતિહાસની વાત કરીએ તો પક્ષપલટો કરીને આવેલા નેતાને જનતા પસંદ કરતી નથી, વળી કોઈપણ દિગ્ગજ કેમ ન હોય તેને હારનો સામનો કરવો પડે છે. હવે એકબાજુ ટિકિટ મુદ્દે ભાજપમાં આંતરિક વિવાદ અને બીજી બાજુ જનતા કયા નેતા પર વિશ્વાસ રાખી મત આપશે એ જોવાજેવું રહેશે.
અલ્પેશ ઠાકોરે શક્તિપ્રદર્શન કરી ટિકિટ વિવાદ મુદ્દે આપ્યો જવાબ?
ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોરે આ તમામ વિવાદો વચ્ચે રાધનપુરના સમી તાલુકામાં જંગી સભાને સંબોધી હતી. જેમાં ઠાકોર સમાજના મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. તેવામાં ટિકિટ હોબાળા અંગે આડકતરી રીતે અલ્પેશ ઠાકોરે જવાબ આપતા કહ્યું કે ઠાકોર સમાજે એકસાથે રહેવાનું છે. જો સમાજના હિત માટે કામ કરવું હોય તો સાથે રહેવું જરૂરી છે.
અલ્પેશ ઠાકોરના આ નિવેદનથી અનુમાન લગાવાઈ રહ્યું છે કે તેમણે 2 સ્થાનિક દિગ્ગજોની નારાજગી પર ટિપ્પણી કરી હશે. કારણ કે નગરજી ઠાકોર અને લવિંગજી ઠાકોર દ્વારા સ્થાનિક ઉમેદવાર ચૂંટણી લડવા ઉભો રહે એની માગ કરાઈ રહી છે. તેવામાં અલ્પેશ ઠાકોરને ટિકિટ ન અપાય એવી માગ પણ કરાઈ રહી હતી. તેવામાં હવે રાધનપુરમાં રાજકીય માહોલ ગરમાયો છે. જોકે અહીં જનતાનો મિજાજ કઈક અલગ છે. તેમને પક્ષપલટો કરીને આવેલા નેતાઓ જરાય પસંદ નથી આવતા એવું ઈતિહાસ અને આંકડાઓ સૂચવી રહ્યા છે.
ADVERTISEMENT
અલ્પેશ ઠાકોરની વાત કરીએ તો તેઓ કોંગ્રેસમાંથી જીત્યા પછી રાજીનામુ આપી પક્ષપલટો કરી ભાજપમાં જોડાઈ ગયા હતા. તેવામાં હવે ઓક્ટોબર 2019ની પેટાચૂંટણીની વાત કરીએ તો રાધનપુરની બેઠક પરથી અલ્પેશ ઠાકોરને હારનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઈ દેસાઈએ જીત મેળવી લીધી હતી. તેવામાં એ જોવાજેવું રહેશે કે શું જનતા અલ્પેશ ઠાકોરને જીતાડશે કે નહીં! ચલો આ સમીકરણ પણ વિગતવાર નજર કરીએ…
ADVERTISEMENT
રાધનપુર બેઠક પર શું અલ્પેશને જીતવું મુશ્કેલ રહેશે?
જો વિધાનસભા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરને અહીંથી ટિકિટ મળી તો તેમના માટે જીતવું ઘણુ મુશ્કેલ રહેશે. કારણ કે આ બેઠકના ઈતિહાસ પર નજર કરીએ તો આ બેઠક કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે. અહીં 1998થી 2017ની ચૂંટણી દરમિયાન પક્ષપલટો કરીને આવેલા નેતાઓને જનતાએ જીતથી દૂર કરી દીધા છે.
ADVERTISEMENT
નોંધનીય છે કે અહીં કોઈપણ એક પાર્ટી કે અપક્ષમાંથી ચૂંટણી લડતા હોય એવા દિગ્ગજ નેતાઓથી પણ સર્વોપરી જનતાનો રોલ રહેલો છે. જનતાએ વિશ્વાસ મુકીને જે નેતાને મત આપ્યો હોય તે જો પક્ષપલટો કરી દે તો બીજીવાર એને જીતાડતી નથી. આનું મોટુ ઉદાહરણ લવિંજીઠાકોરથી લઈ ભાવસિંગ રાઠોડનું છે. નોંધનીય છે કે અલ્પેશ ઠાકોર પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. હવે શું જો એમને ટિકિટ મળી તો જનતા મત આપશે કે કેમ? તથા જનતાનું દિલ જીતવા તે શું કામગીરી કરશે એ જોવાજેવું રહેશે.
અત્યાર સુધી કયા પક્ષનું પલડું રહ્યું ભારે
અત્યાર સુધી રાધનપુરની બેઠકની વાત કરીએ તો અહીંના મતદારોએ ચાર ટર્મ સુધી ભાજપને વોટ આપ્યા બાદ 2017 અને ત્યારબાદ 2019માં કોંગ્રેસને મત આપ્યા હતા. વર્ષ 1998થી 2012 સુધી આ બેઠક પરથી ભાજપના શંકર ચૌધરી ચૂંટણી જીત્યા હતા. ત્યાર બાદ 2012માં ભાજપના નાગરજી ઠાકોર જીત્યા હતા. 1997માં આરજેપીમાંથી શંકરસિંહ વાઘેલા, 1995માં આઈએનડીમાંથી લવિંગજી સોલંકી, 1990માં જેડીમાંથી ટી. મુલાની હિંમતલાલ આ બેઠક પરથી ચૂંટણી જીતી ચૂક્યા છે.
आज राधनपुर के समी तालुका के संपर्क समारोह में हज़ारों की संख्या में जुड़कर ठाकोर समुदाय के लोगों ने अविश्वसनीय स्नेह और साथ दिया। समाज के लिए कुछ करना है तो साथ रहना ज़रूरी है। #GKTS #Radhanpur #ThakorSena pic.twitter.com/zzxkNVP4jd
— Alpesh Thakor (@AlpeshThakor_) October 11, 2022
જાણો સમગ્ર ઘટનાક્રમઃ ભાજપમાં સ્થાનિક આગેવાનોમાં આંતરિક વિવાદ
એક બાજુ વિધાનસભા ચૂંટણીનો જંગ જામ્યો છે તો બીજી બાજુ સી.આર.પાટીલે અલ્પેશ ઠાકોરને ટિકિટ મળશે એના સંકેતો આપતા રાજકારણ ગરમાયું છે. ઉલ્લેખનીય છે કે નગરજી ઠાકોર અને લવિંગજી ઠાકોર દ્વારા સ્થાનિક ઉમેદવાર ચૂંટણી લડવા ઉભો રહે એની માગ કરાઈ રહી છે. આની સાથે જીતશે પણ સ્થાનિક, હારશે બહારનો, લડશે સ્થાનિક એવા સુત્રોચ્ચાર કરાઈ રહ્યા છે. આ દરમિયાન રણાવાડા ગામ ખાતે રાધનપુર વિધાનસભા અઢારે આલમના મહાસંમેલનમાં ચૌધરી, ઠાકોર, માલધારી અને આહિર સમાજના લોકોએ હાજરી આપી હતી.
સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ આપવા માગ…
જ્યારથી ભાજપ અલ્પેશ ઠાકોરને ટિકિટ આપશે એવા સંકેતો મળ્યા છે. ત્યારથી સ્થાનિક ઉમેદવારને જ આ તક મળવી જોઈએ એ વિવાદ સામે આવ્યો છે. આ દરમિયાન રાધનપુરના પૂર્વ ધારાસભ્યોએ અલ્પેશ ઠાકોર વિરૂદ્ધના સૂત્રોચ્ચાર કર્યા છે.
ADVERTISEMENT