એલન મસ્ક ફરીથી વિશ્વનો સૌથી ધનિક બન્યો, જાણો કેટલી છે સંપતિ
નવી દિલ્હી: વિશ્વના અબજોપતિઓની સૂચિમાં એક મોટી ફેરબદલ કરવામાં આવી છે. ટેસ્લાના સીઇઓ એલન મસ્ક ફરી એકવાર વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. છેલ્લા…
ADVERTISEMENT
નવી દિલ્હી: વિશ્વના અબજોપતિઓની સૂચિમાં એક મોટી ફેરબદલ કરવામાં આવી છે. ટેસ્લાના સીઇઓ એલન મસ્ક ફરી એકવાર વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. છેલ્લા 24 કલાકમાં મસ્કની સંપત્તિમાં તેજી સાથે કુલ સંપત્તિ વધીને 187 અબજ ડોલર થઈ ગઈ છે. અત્યાર સુધીમાં, પ્રથમ નંબર પર ફ્રેન્ચ અબજોપતિ બર્નાર્ડ આર્નાઉલ્ટ હવે 185 અબજ ડોલરની સંપતિ સાથે બીજા સ્થાને છે.
બ્લૂમબર્ગ અબજોપતિ ઇંડેક્સ મુજબ એલન મસ્કની સંપત્તિ 24 કલાકની અંદર 6.98 અબજ ડોલર વધી છે. આ સાથે, તેણે ફરી એકવાર પ્રથમ નંબરની સ્થિતિ કબજે કરી. છેલ્લા કેટલાક દિવસોથી, મસ્કની સંપત્તિમાં તેજીને કારણે, આવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેઓ ટૂંક સમયમાં પ્રથમ ક્રમ પર પરત આવી જશે.
વર્ષ 2021માં સતત પ્રથમ ક્રમાંક પર રહેનાર એનલ મસ્ક ડિસેમ્બરમાં બીજા સ્થાન પર પહોંચ્યા હતા. , બર્નાર્ડ આર્નાઉલ્ટે એલાન મસ્કની પાછળ છોડી અને પોતાનું સ્થાન બનાવ્યું હતું. પાછલું વર્ષ એલન મસ્ક માટે ખૂબ ખરાબ સાબિત થયું હતું. 44 અબજ ડોલરના ટ્વિટર સોદાની શરૂઆતથી, તેની નેટવર્થમાં ઘટાડો થવાનું શરૂ થયું અને વર્ષના અંત સુધીમાં ચાલુ રહ્યું હતું.
ADVERTISEMENT
આ વર્ષે મસ્કે ખૂબ કમાણી કરી
ગયા વર્ષે સૌથી વધુ સંપત્તિ ગુમાવવાના સંદર્ભમાં એલન મસ્ક ટોચ પર હતા. ત્યારે આ વર્ષની શરૂઆતથી જ તેની કંપનીના શેરમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. જેને કારણે તેની નેટવર્થ વધી રહી હતી. આ વર્ષે અત્યાર સુધીમાં, એલન મસ્કની સંપત્તિમાં 50.1 અબજ ડોલરનો વધારો થયો છે. જો કે, બર્નાર્ડ આર્નાલ્ટની સંપત્તિ પ્રથમ ક્રમેથી બીજામાં લપસીને આ વર્ષે અત્યાર સુધીમાં 23.3 અબજ ડોલરનો વધારો થયો છે.
ટેસ્લાના શેર 5% કરતા વધારે વધ્યા
એલન મસ્કની કંપની ટેસ્લાના શેર છેલ્લા એક અઠવાડિયાથી સતત વધી રહ્યો છે. ટેસ્લાના શેરની કિંમત છેલ્લા ટ્રેડિંગ દિવસે શેર દીઠ 207.63 ડોલર પ્રતિ શેરની સપાટી પર પહોંચી છે. મસ્કની કંપનીના શેરમાં શેર દીઠ 5.46 ટકા એટલેકે 10.75 ડોલર પ્રતિ શેરનો વધારો નોંધાયો છે. ટ્વિટર સાથેના સોદાની શરૂઆત બાદ તેમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો: Hindenburgની અસર: શેર માર્કેટમાં ઉથલ-પાથલથી ગભરાઈ આ કંપની, 4000 કરોડનો IPO પાછો ખેંચ્યો
ADVERTISEMENT
મુકેશ અંબાણી ટોપ -10 માં
અબજોપતિઓની ઇંડેસ્કમાં, ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સતત ટોપ -10 માં રહ્યા છે. રિલાયન્સ ચેરમેન વિશ્વની 10 મી સૌથી ધનિક વ્યક્તિ છે જેની સંપત્તિ 81.1 અબજ ડોલર છે. તેની સંપત્તિ છેલ્લા 24 કલાકમાં 646 મિલિયન ડોલર ઘટી છે. લેરી પેજ 84.7 અબજ ડોલરની સંપતિ સાથે આઠમા ક્રમે છે, જ્યારે કાર્લોસ સ્લિમ હેલુ 83.2 અબજ ડોલરની સંપત્તિ ધરાવે છે. હિંદનબર્ગના રેપોર્ટમાં ફસાયેલા ગૌતમ અદાણી 37.7 અબજ ડોલરની સંપત્તિ સાથે 32 માં ક્રમે છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT