‘એમ સમજજો કે તમારો દીકરો ફોરેન છે’ અમદાવાદમાં પત્ની-સાસરીયાના ત્રાસથી યુવકનો આપઘાત

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: શહેરમાં એક યુવકે પોતાની દુકાનમાં ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ બન્યો છે. પોલીસે તપાસ કરતા મૃતકની સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં યુવકે પત્ની અને સાસરીયાના ત્રાસથી જીવન ટૂંકાવતો હોવાનું લખ્યું હતું. જે બાદ પોલીસે આપઘાતના દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને હવે તપાસ શરૂ કરી છે.

દુકાનની છતમાં દોરી બાંધી યુવકનો આપઘાત
ઘટનાની વિગતો મુજબ, ઠક્કરનગરમાં રહેતા અરવિંદભાઈ પત્ની અને દીકરા સાથે રહે છે. 27મી જાન્યુઆરીના રોજ તેમને દીકરો સુભાષ ઘરે જમવા આવ્યો અને જમીને નિકોલમાં આવેલી દુકાને ગયો. જોકે મોડી સાંજ સુધી ઘરે નહોતો આવ્યો. જેથી અરવિંદભાઈએ સુભાષને ઘણા ફોન કર્યા પરંતુ તેણે રિસીવ ન કર્યો. આથી તેમણે ભાઈ અને અન્ય સંબંધીઓને જાણ કરી. સાથે જ સુભાષની દુકાનમાં કામ કરતા ધ્રુવને પણ ફોન કર્યો અને બીજી દુકાનમાં ચેક કરવા માટે કહ્યું. જે બાદ બંને બીજી દુકાને ગયા હતા અને ધ્રુવે અડધું શટર ઊંચું કરી અરવિંદભાઈને ઘરે જતા રહેવા કહ્યું તથા અન્ય સંબંધીઓને ફોન કર્યા હતા.

ખિસ્સામાંથી સુસાઈડ નોટ મળી
બાદમાં અરવિંદભાઈને તેમના ભાઈનો ફોન આવ્યો જેમણે જણાવ્યું કે સુભાષે દુકાનના હુકમાં રસી બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો છે. અને તેના ખિસ્સામાંથી એક સુસાઈડ નોટ મળી છે. જેમાં લખ્યું હતું કે, હું સાસરિયાઓથી કંટાળી ગયો હોવાથી આ પગલું ભરું છું. મારી ફેમિલીમાં કોઈ પ્રોબ્લેમ નથી. પોલીસ મિત્રોને જણાવું છું કે મારા પરિવારને હેરાન કરવા નહીં. આઈ લવ યુ મમ્મી-પપ્પા બહેન… મમ્મી-પપ્પા મારું તમારું આટલું જ લખ્યું હતું અને હવે ચિંતા ના કરતા. એમ સમજજો કે તમારો છોકરો ફોરેન છે અને બધો હિસાબ પેલી બેગમાં ડાયરીઓ છે એમાં લખ્યો છે.

ADVERTISEMENT

પત્ની સામે આપઘાતના દુષ્પ્રેરણાનો ગુનો
જે બાદ સુભાષના પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે, સુભાષની પત્ની પિનલ લગ્નના 6 મહિના બાદથી જ પરિવારજનો સાથે હળી મળીને નહોતી રહેતી અને કોઈની સાથે વાત નહોતી કરતી. સાસરીમાં તે કોઈની સાથે વાત નહોતી કરતી કે પ્રસંગમાં પણ નહોતી આવતી અને વારંવાર પિયર જતી રહેતી. એકવાર સમાધાન કરીને તેને તેડી લાવ્યા હતા. જોકે માતા-પિતાની ચડામણીના કારણે પિનલ સુભાષ સાથે પણ વાત નહોતી કરતી અને કોઈને કોઈ બહાને પિયર જતી રહેતી. જેથી ફરી 29મી જાન્યુઆરીએ સમાધાન માટે મીટિંગ રાખી હતી. જોકે આ પહેલા જ સુભાષે આપઘાત કરી લીધો.

    follow whatsapp

    ADVERTISEMENT