અમદાવાદ મેટ્રોના સમયમાં કરાયો વધારો, હવે રાત્રિના 10 વાગ્યા સુધી દોડશે મેટ્રો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ:  વડાપ્રધાન પીએમ મોદીએ અમદાવાદ મેટ્રો રેલ ફેઝ 1ના   પશ્ચિમ કોરિડોરના થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટનો પ્રારંભ કરાવ્યો હતો. આ ઈસ્ટ-વેસ્ટ લાઈન પર 2 ઓક્ટોબરથી મેટ્રો ટ્રેન નિયમિત દોડવાની શરૂ  થઈ થઈ હતી.  જોકે, તે પહેલા જ આ મેટ્રો ટ્રેનના સમયને લઈને લોકોમાં ગણગણાટ શરૂ થયો હતો. મેટ્રો રેલનો સમય સવારના 9 થી રાત્રે 8 કલાક સુધી રખાયો હતો. જેમાં વધારો કરવા માગણી ઉઠી હતી ત્યારે હવે મેટ્રોના સમયમાં વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાત મેટ્રો રેલ કંપની ને અમદાવાદ મેટ્રો ફેસ1  નું સમયપત્રક,જે હાલ સવારે 9  થી રાત્રે 8 વાગ્યા સુધીનું છે તેને વધારવા માટે વિવિધ રજૂઆતો આવતા તથા  વિદ્યાર્થીઓ તથા નોકરિયાતોને સવલત રહે તે ધ્યાને લેતા ગુજરાત મેટ્રો રેલ દ્વારા તારીખ 30 જાન્યુઆરીથી  વધારીને સવારે 7 થી રાત્રે 10 સુધી હંગામી ધોરણે કરવાનો નિર્ણય કરેલ છે. આ રીતે એક મહિના માટે ટ્રેન સેવા ચલાવીને ખરેખર જરૂરિયાત અંગે અભ્યાસ કરીને આગળના સમયપત્રક નો નિર્ણય લેવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ મેટ્રોનો કરાવ્યો પ્રારંભ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ   અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાના પ્રોજેક્ટ અંતર્ગત થલતેજથી વસ્ત્રાલના રૂટ પર મેટ્રો રેલનો 30 સપ્ટેમ્બરે  પ્રારંભ કરાવ્યો  હતો . અમદાવાદમાં 6.5 કિલોમિટરની મેટ્રો રેલનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં લોકસભાની ચૂંટણી પહેલાં કર્યું હતું. હવે 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે વડા પ્રધાન મોદી 32.01 કિલોમિટરની ઇસ્ટ-વૅસ્ટ કૉરીડોર અથવા થલતેજથી વસ્ત્રાલ સુધીની મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું  હતું.

ADVERTISEMENT

12,925 કરોડના ખર્ચે પ્રથમ તબક્કામાં કામગીરી કરવામાં આવી
40 કિલોમિટર લાંબા પ્રથમ તબક્કામાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ, એમ બે કૉરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. 21 કિલોમિટરનો થલતેજ ગામથી ઍપરલ પાર્ક સુધીનો રૂટ પૂર્વ અને પશ્વિમ કૉરિડોરમાં છે જેમાં 17 સ્ટેશન છે. ઉત્તર અને દક્ષિણ કોરિડોર 19 કિલોમિટરનો રહેશે, જે વાસણા એપીએમસીથી લઈને મોટેરા ગામ સુધીનો છે, જેમાં 15 સ્ટેશન આવે છે. પૂર્વ-પશ્વિમ કૉરિડોરમાં 6.6 કિલોમિટરનું અન્ડરગ્રાઉન્ડ સેક્શન છે જેમાં ચાર અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન છે. રૂપિયા 12,925 કરોડના ખર્ચે પ્રથમ તબક્કામાં કામગીરી કરવામાં આવી  હતી.  જેમાં કુલ 96 રેલવે કોચ, 129 લિફ્ટ, 161 ઍસ્કેલેટર અને 126 પ્રવેશ અને નિકાસ પૉઇન્ટ સામેલ છે.

અમદાવાદ મેટ્રો વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ
અમદાવાદ મેટ્રો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા હતા ત્યારે 2004માં તેમણે અમદાવાદ મેટ્રોની સૌપ્રથમ વખત વાત કરી હતી. અનેક વિવાદ અને વિલંબ બાદ 2022માં અમદાવાદની જનતાને મેટ્રોની સુવિધા મળી .

ADVERTISEMENT

આ સ્ટેશન પર મેટ્રો છે એક્ટિવ

ADVERTISEMENT

મેટ્રો ટ્રેન – પૂર્વ થી પશ્ચિમ રૂટ સ્ટેશન

મેટ્રો ટ્રેન – ઉત્તર થી દક્ષિણ રૂટ સ્ટેશન

વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા, ગાંધીનગર 

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

follow whatsapp

ADVERTISEMENT