ક્રિકેટ રમતા વધુ એક યુવાનનું મોત, અમદાવાદમાં GST કર્મચારીનું બોલિંગ દરમિયાન હ્રદય બેસી જતા મોત
અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેકના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટ-સુરતમાં ક્રિકેટ રમતા રમતા મેદાનમાં હાર્ટ એટેકથી યુવકોના ઢળી પડવાની ઘટના સામે…
ADVERTISEMENT
અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેકના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટ-સુરતમાં ક્રિકેટ રમતા રમતા મેદાનમાં હાર્ટ એટેકથી યુવકોના ઢળી પડવાની ઘટના સામે આવી ચૂકી છે. ત્યારે હવે અમદાવાદમાં પણ સરકારી કર્મચારીને ક્રિકેટ રમતા છાતીમાં દુઃખાવો ઉપડ્યો અને મેદાન પર જ ઢળી પડવાનો બનાવ બન્યો છે. અકાળે યુવકે જીવ ગુમવતા ખળભળાટ મચી ગયો છે.
બોલિંગ દરમિયાન કર્મચારીને છાતીમાં દુઃખાવો ઉપડ્યો
વિગતો મુજબ, અમદાવાદના ભાડજમાં સરકારી કર્મચારીઓની મેચ ચાલી રહી હતી. જેમાં GST ઓફિસર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ક્રિકેટ ટીમ વચ્ચે ટૂર્નામેન્ટ ચાલી રહી હતી. મેચ દરમિયાન ત્રીજી ઓવરના પાંચ બોલ નાખ્યા બાદ વસંત રાઠોડને છાતીમાં દુઃખાવો ઉપડ્યો અને તેઓ મેદાન પર ઢળી પડ્યા. પ્રાથમિક સારવાર બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે ત્યાં ફરજ પરના તબિબે તેમને મૃત જાહેર કર્યા હતા.
સુરેન્દ્રનગરની ટીમને વિજેતા જાહેર કરાઈ
મેચ દરમિયાન GSTની ટીમે 20 ઓવરમાં 10 વિકેટે 104 રનનો સ્કોર કર્યો હતો. જ્યારે બીજી બેટિંગમાં ઉતરેલી સુરેન્દ્રનગર જિલ્લાની ટીમનો સ્કોર 7.1 ઓવરમાં 45 રને 4 વિકેટ હતો. વસંત રાઠોડનું મૃત્યુ થતા GST ઓફિસર્સની ટીમ સોલા સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. પરિણામે સુરેન્દ્રનગર જિલ્લાની ટીમને મેચમાં વિજેતા જાહેર કરવામાં આવી હતી.
ADVERTISEMENT
અમદાવાદના ભાડજમાં મેચ રમતા દરમિયાન GST કર્મચારીને છાતીમાં દુઃખાવો ઉપડ્યો અને મેદાન પર જ ઢળી પડ્યો, પળવારમાં પ્રાણ પંખેરું ઉડી ગયું#Ahmedabad #heartattack #gujaratinews pic.twitter.com/HBHMECFR6C
— Gujarat Tak (@GujaratTak) February 25, 2023
રાજકોટમાં 1 મહિનામાં 4 યુવાનોના થયા મોત
નોંધનીય છે કે, રાજકોટમાં છેલ્લા 1 મહિનામાં જ ક્રિકેટ અને ફૂટબોલના મેદાનમાં રમતા-રમતા 4 જેટલા યુવકોના હાર્ટ એટેકથી મોત થયા છે. ચારેય યુવાઓના પોસ્ટ મોર્ટમ રિપોર્ટ મુજબ તેમના મોત એકસરખી પેટર્નથી જ થયા હતા. મૃતક યુવાનોની હ્રદયને લોહી પહોંચાડતી ધમની થોડી સંકાચાયેલી જોવા મળી હતી. મેદાનમાં રમતા સમયે લોહીનું સર્ક્યુલેશન ઝડપથી થાય છે એવામાં કોરોનરી વેન બ્લોક થઈ ગઈ અને હ્રદયમાં લોહી પહોંચતું બંધ થઈ ગયું, પરિણામે યુવાનોના મોત થઈ ગયા. એવામાં હાર્ટ સ્પેશ્યાલિસ્ટ યુવાઓને કોઈપણ કસરત કરતા પહેલા હ્રદયની ક્ષમતાની તપાસ કરાવવા માટે કહી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT