INDvAUS Test: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આતંકી હુમલાની ધમકી, ક્રાઈમ બ્રાન્ચે MPથી બે આરોપીઓ ઝડપ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં આતંકવાદી હુમલાની ધમકી આપવામાં આવી હતી. ખાલિસ્તાન સમર્થિત ગ્રુપ દ્વારા મેચમાં હુમલાની ધમકી મામલે ક્રાઈમ બ્રાન્ચની સાયબર સેલને મોટી સફળતા મળી છે. અમદાવાદ સાયબર ક્રાઈમે આ મામલે મધ્યપ્રદેશથી બે આરોપીઓની ધરપકડ કરી છે. ખાસ વાત છે કે, આરોપીઓ સિમ બોક્સ ટેકનીકનો ઉપયોગ કરીને ધમકી આપી રહ્યા હતા. સમગ્ર મામલે મધ્ય પ્રદેશના સતના અને રેવાથી ગેરકાયદેસર એક્સચેન્જ પકડી લેવામાં આવ્યા છે.

આરોપીએ સિમ બોક્સ ટેકનિકનો ઉપયોગ કરતા હતા
જાણકારી મુજબ, આરોપી ખૂબ જ એડવાન્સ સિમ બોક્સ ટેકનીકનો ઉપયોગ કરી રહ્યા હતા. સિમ બોક્સ ટેકનીકથી કોઈને ટ્રેક કરવા ખૂબ મુશ્કેલ બને છે. ધમકીના લોકેશન મધ્ય પ્રદેશ, યુપી, બિહાર અને પંજાબની અલગ અલગ જગ્યાઓના મળ્યા હતા. જ્યારે અલગ અલગ ફેક ટ્વિટર હેન્ડલથી પાકિસ્તાનથી પણ ધમકીઓ આપવામાં આવી હતી.

ટેસ્ટ મેચના પ્રથમ દિવસે અપાઈ હતી ધમકી
અમદાવાદ ટેસ્ટના પ્રથમ દિવસે ભારત અને ઓસ્ટ્રેલિયાના પીએમ હાજર રહ્યા હતા. આ દરમિયાન જ ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત વિશ્વની સૌથી મોટા સ્ટેડિયમમાં આ મેચ જોવા ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ અહીં આવી રહ્યા છે. એવામાં ખાલિસ્તાની આતંકી ગુરપરવંતસિંહનો ધમકીભર્યો પ્રીરેકોર્ડેડ મેસેજ વાયરલ થયો હતો. મેસેજમાં મેચ ન જોવા જવાની ધમકી આપવામાં આવી રહી હતી. ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુના અવાજમાં રેકોર્ડ મેસેજ અંગ્રેજીમાં હતો. જેના પગલે તંત્ર દોડતું થયું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT