Ahemdabad: જો તમારે પણ આવો કોઈ મેસેજ આવે તો ચેતજો, લિન્ક પર ક્લિક કરવું પડ્યું દોઢ લાખમાં
Ahemdabad: રાજ્યમાં ઓનલાઈન ફ્રોડના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન હવેઆધાર કાર્ડ અને પાન કાર્ડ લિન્ક કરવા મામલે સતત મેસેજ આવી રહ્યા છે.…
ADVERTISEMENT
Ahemdabad: રાજ્યમાં ઓનલાઈન ફ્રોડના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન હવેઆધાર કાર્ડ અને પાન કાર્ડ લિન્ક કરવા મામલે સતત મેસેજ આવી રહ્યા છે. બેંક એકાઉન્ટ ધારકો માટે ચેતવણીરૂપ કિસ્સો સાણંદમાં સામે આવ્યો છે. સાણંદમાં બેન્ક એકકાઉન્ટને લઈને વ્યક્તિને એક મેસેજ આવ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે, બેંક એકાઉન્ટ બ્લોક કરવામાં આવશે તેવો મેસેજ કરીને એક લીંક મોકલવામાં આવી હતી. લિન્ક ખોલતાની સાથે જ એકાઉન્ટમાંથી 1 લાખ 51 હજાર રૂપિયા ઉપડી ગયા.
એસ.બી.આઇ બેંક એકાઉન્ટ ધારકને પાનકાર્ડ અપડેટ નહીં કરે તો બેંક એકાઉન્ટ બ્લોક કરવામાં આવશે તેવો મેસેજ કરીને એક લીંક મોકલવામાં આવી હતી. જો કે ફરિયાદીએ આ લીંક પર પાનકાર્ડ અને આધારકાર્ડ અપડેટ કરીને ઓટીપી નાંખતા તેમના એકાઉન્ટ માંથી રૂપિયા 1 લાખ 51 હજાર ઉપડી ગયા છે.
અપડેટ માટે આવ્યો હતો મેસેજ
રાજ્યમાં ફ્રોડના કેસમાં સતત વધી રહ્યા છે. ત્યારે સાણંદમાં વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. પ્રદીપકુમાર પટેલના મોબાઇલ ફોન પર SMS આવ્યો હતો કે તમારૂ પાનકાર્ડ અપડેટ કરો નહીં તો તમારૂ એસ.બી.આઇ એકાઉન્ટ આજે બ્લોક કરવામાં આવશે અને મેસેજમાં નીચે લીંક આપવામાં આવી હતી. જો કે ફરિયાદીને લોનનો હપ્તો કપાવવાની તારીખ નજીક આવતા અને બેંન્ક એકાઉન્ટ બ્લોક થઇ જશે તો પેનલ્ટી ભરવી પડશે તેમ વિચારીને મેસેજમાં આપેલ લીંક પર ક્લીક કર્યું હતું.
આ પણ વાંચો: High court નો મહત્વનો ચુકાદો, પિતા દ્વારા પુત્રની કસ્ટડી લેવી એ કોઈ અપહરણ નથી
ADVERTISEMENT
પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
પ્રદીપકુમાર પટેલના મોબાઇલ ફોન પર એક OTP આવ્યો હતો. જે OTP નાંખતાં જ આધારકાર્ડ નંબર નાખવા જણાવ્યુ હતું. જો કે ફરિયાદએ આધારકાર્ડ નંબર નાંખતા ફરીથી OTP આવ્યો હતો. જે ઓટીપી નાંખ્યા બાદ થોડી વારમાં ફરિયાદી પર એક ફોન આવ્યો હતો. જેમાં તેમને જણાવ્યું હતું તમારી સાથે ઓનલાઇન ફ્રોડ થયેલ છે. જેથી ફરિયાદીએ તેમનું બેંક એકાઉન્ટ બંધ કરવા માટે કહ્યું હતું. પરંતુ થોડી બાર બાદ ફરીથી કોઇ અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તમારુ KYC અપડેટ થયેલ નથી. જેથી ફરીતી લીંક ઉપર ક્લીક કરીને પાનકાર્ડ, આધારકાર્ડ અને OTP નાંખવા માટે કહેવામાં આવ્યું હતું. જો કે પ્રદીપકુમાર પટેલ પાસે છેતરપિંડી થઇ હોવાનું જાણવા મળતા તેમણે આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. ત્યારે આ ઘટનાને લઈ હાલમાં અમદાવાદ ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસએ આ અંગે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT