લોકસભાની ચૂંટણી પહેલા છોટુ વસાવા એકશન મોડમાં, BTP ને લઈ કરી મોટી જાહેરાત

ADVERTISEMENT

gujarattak
social share
google news

નર્મદા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાઇવૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો છે. આ દરમિયાન ભાજપે તમામ રાજકીય પક્ષોને ધૂળ ચાટતા કરી દીધા છે. વિપક્ષમાં રહેનાર કોંગ્રેસ ફક્ત 17 બેઠકો પર જીત હાંસલ કરી છે. ત્યારે બીજી તરફ છેલ્લા 4 દાયકાથી આદિવાસી વિસ્તારમાં દબદબો ધરાવતા ઝઘડિયાથી છોટુભાઈ વસાવાની હાર થઈ હતી. તેઓ સતત 7 ટર્મથી આ બેટક પર લડતા આવ્યા છે અને જીત મેળવતા રહ્યા છે. પરંતુ આ વર્ષે યોજાયેલી ચૂંટણીમાં તેમની કારમી હાર થઈ હતી. ત્યારે હવે છોટુભાઈ વસાવાએ પાર્ટીને લઈ મ્હાતવાનો નિર્ણય લીધો છે.

ઝઘડિયા ભરૂચ જિલ્લાનો એક ભાગ છે અને આ બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટેઅનામત રાખવામાં આવી છે. આ વિધાનસભા બેઠક પર ભાજપ હજુ સુધી ખાતુ ખોલાવી શકી ન હતી, પરંતુ પ્રથમ વખત ભાજપે ત્યા ખાતુ ખોલ્યું છે. આ બેઠક પર સતત 7 ટર્મથી એટલે કે, 35 વર્ષથી છોટુભાઈ વસાવા જીતતા આવ્યા છે. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP)ના ઉમેદવારે ભાજપ ઉમેદવાર રવજીભાઈ વસાવાને હરાવીને જીત મેળવી હતી. ત્યારે 2022ની ચૂંટણીમાં BTP નું કોંગ્રેસ સાથે કે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન થયું ન હતું જેને લઈને મોટો ફટકો પડ્યો હતો ત્યારે લોકસભ્યની ચૂંટણી પહેલા છોટુ વસાવાએ જાહેરાત કરી છે કે BTP નવા સંગઠન સાથે જલ્દી જોવા મળશે.

જાણો શું કહ્યું છોટુ વસાવાએ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા BTP એ કોંગ્રેસ સાથે ગઠબંધન તોડ્યું હતું. ત્યાર બાદ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું અને તોડ્યું. ત્યાર બાદ JDU સાથે ગઠબંધન કર્યું અને એ પણ તૂટયું. વિધાનસભાની ચૂંટણી સમયે સતત વિવાદ રહ્યો અને વિવાદની અસર ચૂંટણીના પરિણામ પર પડી હતી. ત્યારે હવે લોકસભાની ચૂંટણી પહેલા છોટુ વસાવા એકશન મોડ પર આવતા જોવા મળી રહ્યા છે. તેમણે ફેસબૂક પર પોસ્ટ લખતા કહ્યું કે, નવા સંગઠનની જાહેરાત સાથે ખૂબ જ ટૂંક સમયમાં નવો જંગની શરૂઆત થશે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

વિથ ઈનપુટ: નરેન્દ્ર પેપરવાલા, નર્મદા 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT