બજેટ સત્ર પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં, વિધાનસભામાં ધારાસભ્યોને સોંપવામાં આવી જવાબદારી
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસની કારમી હાર બાદ હવે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આવતી કાલથી શરૂ થવા જઈ રહ્યું છે. આ દરમિયાન કોંગ્રેસ પાસે વિપક્ષ નેતાનું સ્થાન…
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસની કારમી હાર બાદ હવે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આવતી કાલથી શરૂ થવા જઈ રહ્યું છે. આ દરમિયાન કોંગ્રેસ પાસે વિપક્ષ નેતાનું સ્થાન નથી ત્યારે કોંગ્રેસે વિધાનસભામાં હોદેદારોની નિમણુંક કરી છે. જેમાં કોંગ્રેસ પક્ષના દંડક તરીકે ડો સી જે ચાવડાની નુમણૂક કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પાંચ પ્રવક્તાની નિમણુંક કરવામાં આવી છે.
આવતી કાલે બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. ત્યારે બજેટ સત્ર તોફાની બને તેવા એંધાણ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અદાણી, પેપરલીક, દર્શન સોલંકી, ડ્રગ્સ સહીતના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. આ દરમિયાન કોંગ્રેસને વિપક્ષ તરીકે બેસવા પર હજુ અનેક સવાલો છે ત્યારે કોંગ્રેસે વિધાનસભા વિવિધ હોદેદારોની નિમણુંક કરી છે.
વિધાનસભા કોંગ્રસ પક્ષની હોદ્દેદારોની વરણી
ADVERTISEMENT
- કોંગ્રેસ પક્ષના દંડક તરીકે ડો સી જે ચાવડા
- ઉપ દંડક – કિરીટ પટેલ,વિમલ ચુડાસમા,ઇમરાન ખેડાવાલા
- ખજાનચી – દિનેશ ઠાકોર
- પ્રવક્તા – ડો તુષાર ચૌધરી, જીગ્નેશ મેવાણી, ગેનીબહેન ઠાકોર,અનંત પટેલ, કાંતિ ખરાડી
આ પણ વાંચો: સુવિધાના નામે સરકારે ફૂંક્યા બણગાં પણ આ હૉસ્પિટલની વાસ્તવિકતા જોઈને તમને પણ આવશે શરમ!
ADVERTISEMENT
આવતી કાલથી બજેટ સત્રનો પ્રારંભ
15 મી વિધાનસભાનું પ્રથમ બજેટ મળવા જઈ રહ્યું છે. ત્યારે આવતી કાલે તારીખ 23 ફેબ્રુઆરીના રોજ મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહને સંબોધન કરશે. જે બાદ વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના સંબોધનને લઈ આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. વર્ષ 2023-24 નું બજેટ 24 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ સત્ર બજેટનું સત્ર હોવાથી બજેટ પર સામાન્ય ચર્ચા અને માંગણી ઉપર ચર્ચા તેમજ મતદાન માટે બેઠકો થશે. વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલા બજેટ પર 16 બેઠકમાં ચર્ચા થશે. 25 દિવસ ચાલનારા આ સત્રમાં સરકાર બજેટ રજૂ કરશે. સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ પર પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT