હિંડનબર્ગને અદાણી આપશે જવાબ, આ 4 કંપનીઓને ઓડિટ માટે કરી પસંદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગના આરોપોથી ઘેરાયેલ ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું અદાણી ગ્રુપ સામાન્ય ઓડિટ કરવા માટે ‘બિગ ફોર’ Deloitte, EY, KPMG અને PwC એકાઉન્ટિંગ ફર્મ્સમાંથી એકની નિમણૂક કરશે. અદાણી ગ્રુપના પાર્ટનર ટોટલ એનર્જીએ એક નિવેદનમાં આ માહિતી શેર કરી હતી.

બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, ફ્રાન્સ-મુખ્ય મથક ટોટલએનર્જીઝ અદાણી જૂથની કેટલીક કંપનીઓમાં રોકાણ ધરાવે છે. જેમાં અદાણી ટોટલમાં 50 ટકા, અદાણી ટોટલ ગેસમાં 37.4 ટકા અને અદાણી ગ્રીન એનર્જી લિ.માં 19.75 ટકાનો સમાવેશ થાય છે. અમેરિકા સ્થિત શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી ગ્રૂપ પર ગંભીર આરોપો લગાવીને સર્જાયેલી ગરબડ વચ્ચે ટોટલ એનર્જીઝે એક વિગતવાર નિવેદન બહાર પાડ્યું છે.

ઓડિટના નિર્ણયને આવકાર્યો
ટોટલ એનર્જીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અદાણી ગ્રૂપની કંપનીઓમાં અમારું રોકાણ ભારતીય કાયદાઓ અને ટોટલ એનર્જીની પોતાની આંતરિક ગવર્નન્સ પ્રક્રિયાના પાલનમાં કરવામાં આવ્યું હતું. નિવેદન અનુસાર, ટોટલ એનર્જી અદાણી જૂથ દ્વારા સામાન્ય ઓડિટની જાહેરાતનું સ્વાગત કરે છે.

ADVERTISEMENT

અમદાવાદની આ કંપની કરી શકે છે ઓડિટ
અદાણી ગ્રૂપના વાર્ષિક અહેવાલ મુજબ, અમદાવાદ સ્થિત શાહ ધાંધારિયા એન્ડ કંપનીને 2021-2022 માટે તેના એકાઉન્ટ્સ ઓડિટ કરાવવા માટે પેનલમાં મૂકવામાં આવી છે.

હિન્ડેનબર્ગના રિપોર્ટ બાદ 60 ટકા શેર તૂટયા
24 જાન્યુઆરી, 2023 ના રોજ, નાથન એન્ડરસનની આગેવાની હેઠળની એકરિસર્ચ કંપની હિંડનબર્ગના અદાણી ગ્રુપ સંબંધિત તેનો રિપોર્ટ પબ્લિશ કર્યો.જેમાં અદાણી ગ્રુપ પર શેલ કંપનીઓનો ઉપયોગ કરીને સ્ટોકની હેરાફેરી અને છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે. આમાં ગૌતમ અદાણીની કંપનીઓ પરના દેવાને લઈને પણ મોટા દાવા કરવામાં આવ્યા છે. આ રિપોર્ટ પબ્લિશ થયા બાદ અદાણીના શેરમાં એવી સુનામી આવી કે થોડા જ દિવસોમાં કંપનીઓના શેર લગભગ 60 ટકા તૂટ્યા.

ADVERTISEMENT

આ પણ વાંચો: ભગવાન સામે કોઇ વર્ણ નથી, શ્રેણી પંડિતોએ બનાવી છે: મોહન ભાગવત

ADVERTISEMENT

અદાણીને ફટકો પડ્યો
એક તરફ હિંડનબર્ગ રિપોર્ટ પ્રસિદ્ધ થયા બાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં ભારે ઘટાડો થયો હતો અને તેની સીધી અસર ગૌતમ અદાણીની નેટવર્થ પર જોવા મળી હતી. ગત વર્ષ 2022માં વિશ્વના અન્ય અમીરોની સરખામણીમાં સૌથી વધુ કમાણી કરનાર ગૌતમ અદાણી ટોપ-10 બિલિયોનેર્સની યાદીમાં ચોથા નંબરથી 21મા સ્થાને આવી ગયા છે. જ્યારે ગૌતમ અદાણીની સંપત્તિ ઘટીને 61.2 બિલિયન ડોલર થઈ ગઈ. આ કારણે તેણે એશિયાના સૌથી અમીર વ્યક્તિનો તાજ પણ ગુમાવ્યો છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT