અદાણી ગ્રુપનો મોટો નિર્ણય, 20 હજાર કરોડનો FPO રદ્દ કર્યો, રોકાણકારોને પૈસા પરત કરશે
અમદાવાદ : અદાણી ગ્રુપે પોતાને FPO કેન્સલ કરી દીધો છે. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું કે, માર્કેટમાં ઉતાર ચઢાવને ધ્યાનમાં રાખીને કંપનાના બોર્ડ…
ADVERTISEMENT
અમદાવાદ : અદાણી ગ્રુપે પોતાને FPO કેન્સલ કરી દીધો છે. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું કે, માર્કેટમાં ઉતાર ચઢાવને ધ્યાનમાં રાખીને કંપનાના બોર્ડ દ્વારા FPO કેન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું કે, શેર બજારમાં હલચલ અને માર્કેટની ઉથલપાથલને જોતા કંપનીનો ઉદ્દેશ્ય પોતાના રોકાણકારોના હિતની રક્ષા કરે છે. માટે અને FPO પ્રાપ્ત રકમને પરત કરવા જઇ રહ્યા છીએ. તે અંગેની લેવડ દેવડને પુર્ણ કરીશું.
શું હોય છે FPO
તે સમજવું પણ ખુબ જ જરૂરી છે કે, ફોલો ઓન પબ્લિક ઓફર (FPO) હોય છે શું ? કોઇ કંપની પૈસા એકત્ર કરવાની એક પદ્ધતી હોય છે. જે કંપની પહેલાથી જ શેર માર્કેટમાં લિસ્ટેડ હોય છે. તે ઇન્વેસ્ટર્સ માટે નવા શેર ઓફર કરે છે. આ શેર બજારમાં હાલના શેરથી અલગ હોય છે.
ગૌતમ અદાણી ત્રીજાથી સીધા 15 મા નંબર પર પહોંચી ગયા
અત્રે ઉલ્લેખનીય છે કે, નાણાકીય વર્ષ 2023-24 માટે બજેટ રજુ થઇ ચુક્યું છે. બીજી તરફ વિશ્વના ટોપ અબજોપતિઓની યાદીમાં ઉથલપાથલ મચી રહીછે. અમેરિકી રિસર્ચ ફર્મ હિડનબર્ગના અહેવાલ બાદથી ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને ઝટકો લાગ્યો છે. તેમને હાલમાં કોઇ રાહત મળેતેવી શક્યતા નહીવત્ત છે. બુધવારે અદાણીની નેટવર્થ એકવાર ફરીથી ઘટી ગઇ છે. તેઓ અબજોપતિઓની યાદીમાં સીધા જ 15 મા નંબર પર પહોંચી ચુક્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT