પાટણમાં ધ્રુજાવી મૂકે દેતો અકસ્માત, ડ્રાઈવરે અચાનક બ્રેક મારતા પાછળ બે ટ્રક ઘુસી ગઈ, ડ્રાઈવર-કંડક્ટર છુંદાઈ ગયા
પાટણ: પાટણમાં સાંતલપુર-પીપરાળા હાઈવે પર 3 ટ્રક વચ્ચે ભયાનક અકસ્માતની ઘટના ઘટી છે. પૂરપાટ જતી ટ્રેક અચાનક બ્રેક મારતા પાછળથી બે ટ્રક અંદર ઘુસી ગઈ…
ADVERTISEMENT
પાટણ: પાટણમાં સાંતલપુર-પીપરાળા હાઈવે પર 3 ટ્રક વચ્ચે ભયાનક અકસ્માતની ઘટના ઘટી છે. પૂરપાટ જતી ટ્રેક અચાનક બ્રેક મારતા પાછળથી બે ટ્રક અંદર ઘુસી ગઈ હતી. જેમાં છેલ્લી ટ્રકનું કેબિન આખું રમકડાની જેમ બુકડો બોલી ગયું હતું. તેમાં અંદર બેઠેલા ડ્રાઈવર અને કંડક્ટરનું પણ ચગદાઈ જતા કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ટ્રકના કેબિનમાંથી ડ્રાઈવર-કંડક્ટરના લટકતા મૃતદેહ જોનારા લોકો પણ કંપી ઉઠ્યા હતા.
ટ્રક ડ્રાઈવરે રોડ વચ્ચે અચાનક બ્રેક મારતા અકસ્માત
પાટણના રાધનપુર-સાંતલપુર હાઈવે પર પીપરાળા ગામ નજીક વહેલી સવારે ટ્રક ડ્રાઈવરે રોડની વચ્ચોવચ અચાનક બ્રેક મારતા પાછળથી આવતી બે ટ્રક પણ ધડાકાભેર તેની સાથે અથડાઈ હતી. જેમાં કચ્છ તરફથી આવી રહેલી છેલ્લી ટ્રકનું કેબિન પડીકું વળી જતા કંડક્ટર અને ડ્રાઈવરના કમાકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. ત્રણેય ટ્રક વચ્ચેની ટક્કર એટલી ગંભીર હતી કે તેમને છૂટી પાડવા માટે ક્રેનની મદદ લેવી પડી હતી. બાદમાં તેમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થયું
હાલ તો સમગ્ર મામલે પોલીસે ડ્રાઈવર-કંડક્ટરના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. બીજી તરફ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અકસ્માતને પગલે રોડ પર મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT