રાજ્યમાં પોલીસ ભરતીની સંઘવીની જાહેરાત પર યુવરાજસિંહ જાડેજા એ કરી ટકોર, જાણો શું કહ્યું ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. વિધાનસભા ગૃહમાં હર્ષ સંઘવીએ પોલીસ ખાતામાં મોટાપાયે ભરતીની જાહેહરાત કરી છે.આ જ મુદ્દા પર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. યુવરાજસિંહે સરકારને ભરતીનું નોટિફિકેશન ઝડપથી બહાર પાડવા માટે સૂચન પણ કર્યું છે.

પોલીસ ખાતામાં નોકરીનું સપનું જોતા યુવાઓ માટે મોટી ખબર સામે આવી રહી છે. પોલીસ ખાતામાં 8000 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. વિધાનસભાના બજેટ સત્રમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગેની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે પરીક્ષા ક્યારે લેવામાં આવશે તેની પણ જાણ કરી હતી.ગૃહ રાજ્યમંત્રીના જણાવ્યા અનુસાર પોલીસ ભરતી માટેની પ્રેક્ટિકલ પરીક્ષા ઉનાળા બાદ લેવામાં આવે તેવું આયોજન છે.

નવી પોલીસ ભારતી બાબતે યુવરાજસિંહ જાડેજાની પ્રતિક્રિયા
પોલીસ ખાતામાં નવી ભરતીને લઈને યુવરાજસિંહ જાડેજાએ સરકારના નિર્ણયને આવકાર્યો છે. વિધાનસભામાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આગામી સમયમાં અને આ વર્ષના અંતમાં 8 000 જેટલા પોલીસ કર્મચારીઓની ભરતી કરવાની સરકારે જાહેરાત કરી છે તે નિર્ણય આવકારદાયક છે.સરકારનો આ નિર્ણય વિદ્યાર્થીઓ માટે ઉત્સાહ વર્ધક છે. પરંતુ સરકારને એક ટકોર પણ કરવાની છે કે, આવી જાહેરાતો ભૂતકાળમાં પણ થઈ છે.

ADVERTISEMENT

આ પણ વાંચો:  જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો સફાયો, ભેસાણ તાલુકા પંચાયતના 7 સભ્યો સસ્પેન્ડ

આ જાહેરાત માત્ર જાહેરાત બનીને ન રહે અને સાચી રીતે અમલીકરણ થાય તે માટે તેનું નોટિફિકેશન પણ આઉટ કરવામાં આવે તે ખુબ જરુરી છે. જેથી કરીને આ ભરતી નિયમો ક્યાં પ્રકારના હશે, ભરતીની પ્રક્રિયા કેવી હશે તેની જાણ વિદ્યાર્થીઓને થાય. કારણ કે દરેક વિદ્યાર્થીઓ સરકાર પાસે ખુબ મોટી અપેક્ષા રાખીને બેઠા હોય છે. આ સાથે ગૃહમાં થયેલી જાહેરાતનું અમલીકરણ ઝડપથી થાય તેવી આશા સરકાર પાસે રાખીએ.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT