‘આ માત્ર શરૂઆત છે, અંત હજુ બાકી છે’, કોર્ટમાં જતા પહેલા યુવરાજસિંહ જાડેજાએ આપ્યું મોટું નિવેદન
નીતિન ગોહિલ/ભાવનગર: ડમીકાંડમાં સામે આવેલા તોડકાંડમાં આજે આરોપી યુવરાજસિંહ જાડેજાના 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થઈ રહ્યા છે. આ માટે તેમને કોર્ટમાં રજૂ કરવા લઈ જવામાં…
ADVERTISEMENT
નીતિન ગોહિલ/ભાવનગર: ડમીકાંડમાં સામે આવેલા તોડકાંડમાં આજે આરોપી યુવરાજસિંહ જાડેજાના 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થઈ રહ્યા છે. આ માટે તેમને કોર્ટમાં રજૂ કરવા લઈ જવામાં આવ્યા હતા. ત્યારે કોર્ટમાં જતા પહેલા યુવરાજસિંહ જાડેજાએ મોટું નિવેદન આપ્યું હતું. યુવરાજસિંહે કહ્યું કે, આ માત્ર શરૂઆત છે અંત હજુ બાકી છે. આ ઉપરાંત યુવરાજસિંહએ કહ્યું કે, સમય જવા દો પાંચ પાંડવો પણ આવશે અને બીજું ઘણું બધું સામે આવશે. યુવરાજસિંહના આ નિવેદન બાદ અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે.
યુવરાજસિંહ પર 1 કરોડના તોડનો આરોપ
નોંધનીય છે કે,તોડકાંડમાં યુવરાજસિંહ જાડેજા પર પોલીસે રૂ.1 કરોડનો તોડ કરવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે પોલીસ દ્વારા અત્યાર સુધી યુવરાજસિંહના બંને સાળાને પકડી લેવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા શિવુભા ગોહીલે પોલીસ સામે સરેન્ડર કરી દીધું હતું. તેમના મિત્રના ઘરેથી 25,50,000 રૂપિયા મળી આવ્યા હતા. આ ઉપરાંત આ થેલીમાંથી નાણા ઉપરાંત હાર્ડ ડિસ્ક પણ મળી આવી હતી.
યુવરાજસિંહના સાળા કૃષ્ણરાજસિંહ ઉર્ફે કાનભા ઉર્ફે પપ્પુભાઈ ગોહિલને સુરતથી લાવીને પુછતા કે તેણે કબુલ કર્યું કે, પ્રકાશ ઉર્ફે પ્રદીપ બારૈયા (પી.કે), પાસેથી તેણે ઘનશ્યામ લાધવા તથા બીપીની ત્રીવેદી મારફતે 1 કરોડ રૂપિયા બળજબરીથી કઢાવવા પોતાના ભાઈ શીવભદ્રસિંહ ઉર્ફે શીવુભાની ઓફિસે તેનું નામ યુવરાજસિંહ જાડેજાની પ્રેસ કોન્ફરન્સમાં ડમી કાંડમાં નહીં જાહેર કરવા માટે ડીલ કરી હતી.
ADVERTISEMENT
તેમની પાસેથી યુવરાજસિંહની સૂચનાથી સ્વીકારેલા પૈકીના રૂપિયા શિવુભાએ 12 એપ્રિલ 2023એ તેના મિત્ર જીત હિતેશભાઈ માંડવીયાના શાંતિનાથ પાર્ક, રૂપાણી સર્કલમાં આવેલા ફ્લેટમાં એક બેગમાં તાળુ મારીને મુક્યા હતા. પોલીસને આપેલી આ વિગતો અનુસાર પોલીસે આ જગ્યા પર કાર્યવાહી કરતા, કાનભાના બતાવ્યા પ્રમાણે બેગમાંથી રૂ. 38,00,000 રિકવર કરવામાં આવ્યા છે. તેની ખાસ પુછપરછ વખતે તપાસ દરમિયાન બીજી પણ વિગતો સામે આવી.
ADVERTISEMENT