પોરબંદરઃ Biparjoyના સંકટમાં સામે આવ્યા યુવાનો, ટીમ બનાવી સંકટ સમયે કરશે મદદ
જીતેશ ચૌહાણ.પોરબંદરઃ પોરબંદરમાં જ્યાં રેડ એલર્ટને લઈને બિપોરજોય વાવાઝોડું મોટી ચિંતાનો વિષય બન્યો છે ત્યાં આ એક ગામના ઈરાદાઓ એટલા મજબુત જોવા મળ્યા હતા કે…
ADVERTISEMENT
જીતેશ ચૌહાણ.પોરબંદરઃ પોરબંદરમાં જ્યાં રેડ એલર્ટને લઈને બિપોરજોય વાવાઝોડું મોટી ચિંતાનો વિષય બન્યો છે ત્યાં આ એક ગામના ઈરાદાઓ એટલા મજબુત જોવા મળ્યા હતા કે લોકોએ પોતાની મદદ પોતાની જાતે પણ કરવાનું નક્કી કરી તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જોકે કુદરત સામે માણસ કેટલો લાચાર છે તેના અંગે હાલ વાત નથી કરી રહ્યા પરંતુ બિપોજોય વાવાઝોડું આવે તે પહેલા ગુજરાતનું તંત્ર સજ્જ દેખાઈ રહ્યું છે તે જ રીતે ગુજરાતના લોકો પણ એટલા જ સજ્જ થવા લાગ્યા છે. ખાસ કરીને સમુદ્રની નજીકના વિસ્તારોના લોકો માટે હાલનો સમય ઘણો કપરો છે.
યુવાનો કરશે સંકય સમયે મદદ
પોરબંદર જિલ્લામાં બીપરજોય નામના વાવાઝોડાનુ સંકટ મંડરાઈ રહ્યું છે. ત્યારે પોરબંદરના ૧૦૦ કિમીના દરિયા કિનારે અનેક ગામો આવેલા છે. જેમા પોરબંદર-માધવપુર રોડ પર આવેલું નવીબંદર ગામ દરિયાથી માત્ર અડધો કિમિ દુર છે. આ ગામની મુલાકાત લેતા અહીં દરિયો તોફાની જોવા મળ્યો હતો. નબીબંદરમાં કાચા મકાનોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. શાળા તેમજ કોમ્યુનીટી હોલમાં તેમને આશરો આપવામાં આવ્યો છે. આ ગામમા યુવાનોની ટીમ બનાવામાં આવી છે. જે સંકટ સમયે મદદરૂપ બનશે. વાવાઝોડા સામે લડવા માટે આ ગામ અડીખમ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયાકાંઠાના ગામડાઓમાં કર્યો સીધો સંપર્ક, સરપંચો સાથે કરી વાત
ગોસા-ટુકડાના લોકોનું સ્થળાંતર કરાવાયું
બિપોરજોય વાવાઝોડાની અસરને લઇને પોરબંદર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોરબંદર શહેર ઉપરાંત દરિયા કાંઠાનાં ગામોમાંથી સ્થાળાંતરની કામગીરી શરૂ કરવામાં આવી છે.. અત્યાર સુધીમાં ૪ હજારથી વધુ લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું છે. જેમાં દરિયા કાંઠનાં ગામોમાં બનાવવામાં આવેલ સાયક્લોન સેન્ટરમાં પણ લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું છે. જેમાં ગોસા-ટુકડા ગામનાં સાયક્લોન સેન્ટરની મુલાકાત લેતાં અહિંયા ૩૦ થી ૩૫ જેટલા લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું છે અને આશ્રિતો માટે જમવાની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને આરોગ્ય વિભાગની ટીમને પણ અહિં તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત બાળકો માટે ખાસ ટી.વી.ની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. આધુનિક સુવિધાથી આ સુસજ્જ સાયક્લોન સેન્ટરમાં આશ્રિતો માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT