ગોવામાં જુગાર રમતાં યુવક હાર્યો 10 લાખ રૂપિયા, પઠાણી ઉઘરાણીથી કંટાળી કર્યો આપઘાત
અમદાવાદ: જુગારની રમત અનેક વખત ઘાતક સાબિત થઈ ચૂકી છે. ત્યારે અમદાવાદના યુવકે જુગારમાં પૈસા હાર્યા બાદ બીજા પાસેથી જુગાર રમવા માટે લીધેલા પૈસા માંગતા…
ADVERTISEMENT
અમદાવાદ: જુગારની રમત અનેક વખત ઘાતક સાબિત થઈ ચૂકી છે. ત્યારે અમદાવાદના યુવકે જુગારમાં પૈસા હાર્યા બાદ બીજા પાસેથી જુગાર રમવા માટે લીધેલા પૈસા માંગતા આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ગોવામાં કસીનોમાં જુગાર રમવા માટે આપેલ રૂપિયા પરત લેવા માટે માંગણી કરીને જાહેરમાં કપડા ઉતારીને દોડાવવાની ધમકી આપી માનસિક ત્રાસ આપતા યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.
થોડી વાર માટે રમેલી જુગારની રમત કેટલી મોંઘી પડી શકે છે તે કોઈને નથી ખબર હોતી. અમદાવાદનો યુવાન છ માસ અગાઉ ગોવાના કસીનોમાં જુગાર રમવા ગયો હતો. જ્યાં 10 લાખ રૂપિયા જેવી મોટી રકમ હારી ગયો હતો. ત્યારે ઉછીના લીધેલા પૈસા પરત માંગતા અને રોડ પર કપડાં ઉતારી અને દોડાવવાની ધમકી આપતા યુવકે રી જંતુનાશક દવા પી લીધી હતી. જેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.
ધમકી આપનાર બે શખ્સો વિરુદ્ધમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો. આપઘાત કરનાર યુવકની બહેને જણાવ્યું હતું કે 26મી ફેબ્રુઆરીએ બપોરના ચારેક વાગ્યાની આસપાસ તે ઘરે હાજર હતી તે દરમિયાન તેના ભાઇ એ નરોડા રીંગરોડ શાયોના પેરેડાઇઝની સામે આવેલ હવેલી પાર્ટી પ્લોટની આગળ જાહેરમાં કોઇ અગમ્ય કારણોસર ઝેરી જંતુનાશક દવા પી લીધી હતી. જેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.
ADVERTISEMENT
પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
આપઘાત કર્તનર યુવકના નાના ભાઇએ આ મામલે કહ્યું હતું કે, 20મી ફેબ્રુઆરીએ સાંજના સાતેક વાગ્યાની આસપાસ તે જ્યારે ઘરે હાજર હતો. તે દરમિયાન મૃતક યુવક તેની પાસે આવ્યો હતો અને તેને કહ્યું હતું કે છ માસ અગાઉ જ્યારે તે ગોવા ગયો ત્યારે કસીનોમાં દસ લાખ રૂપિયા હારી ગયો હતો. તે દસ લાખ રૂપિયા તેણે તેના મિત્ર ધૃમિલ પાસેથી લીધા હતાં. અને જો તે પૈસા પરત નહીં આપે તો ધૃમિલ અને તેનો બનેવી પુરવ પટેલ તેને ઘમકી આપી હતી કે, કપડા ઉતારીને રોડ પર દોડાવશે. આમ અવાર નવાર રૂપિયાની માંગણી કરી ધમકી આપતા યુવકએ આપધાત કરી લેતા પોલીસે ફરિયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT