Video: વરરાજાએ તો હદ કરી, ઊંટ પર કાઢ્યો વરઘોડો, જાન બની આકર્ષણનું કેન્દ્ર
મહીસાગરઃ ના ઘોડો, ના બગી પણ આ વરરાજાએ ઊંટ પર બેસીને વરઘોડો કાઢ્યો છે. ઊંટ પર બેસીને પરણવા નીકળેલા વરરાજાને જોઈ આ જાન મહીસાગર જિલ્લામાં…
ADVERTISEMENT
મહીસાગરઃ ના ઘોડો, ના બગી પણ આ વરરાજાએ ઊંટ પર બેસીને વરઘોડો કાઢ્યો છે. ઊંટ પર બેસીને પરણવા નીકળેલા વરરાજાને જોઈ આ જાન મહીસાગર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે. લોકો વીડિયો જોઈને એક બીજાને ફોર્વર્ડ કરવા લાગ્યા છે.
રોડના ઠેકાણાં નહીં અને ટોલ ઉઘરાવતી કંપનીને નોટિસઃ કોર્ટમાં ઢસેડી જવાની નોટિસ
આમ તો આપણે ત્યાં જાન ઘોડા પર કે બગીમાં લઈ જવાનો વર્ષોથી ચાલી આવતો ટ્રેન્ડ છે પણ ઘણી વખત આપણે જોયું છે કે, ક્યાંક જેસીબી હોય તો ક્યાંક હાથી તો ક્યાંક લક્ઝૂરિયસ કારમાં વરઘોડો લઈ જવાતો પણ આપણે જોયો છે. જોકે મહીસાગરના કડાણા તાલુકાના રોનીયા ગામે એક આદિવાસી સમાજની જાન નીકળી હતી તે આકર્ષણનું કેન્દ્ર એટલે બની કે અહીં વરરાજા ઘોડો કે બગી નહીં પણ ઊંટ પર સવાર થઈને પરણવા નીકળ્યા હતા. આદિવાસી સમાજની આ જાનમાં વરરાજા પરંપરાગત વસ્ત્રો અને ચશ્મા પહેરી નાચતા નાચતા જાન લઈને પરણવા નીકળ્યા હતા. ડીજેના તાલે જાનૈયાઓ પણ ડાન્સ કરી રહ્યા હતા.
(ઈનપુટઃ વિરેન જોશી, મહીસાગર)
ADVERTISEMENT
ADVERTISEMENT